Wed Sep 30 2026

Logo

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા છવાયો અભિનેતા નાની, ‘ધ પૈરાડાઇઝ'એ એડવાન્સ બુકિંગમાં તોડ્યા અનેક રેકોર્ડ

2026-09-23 22:23:12
Author: Vimal Prajapati
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા છવાયો અભિનેતા નાની, ‘ધ પૈરાડાઇઝ'એ એડવાન્સ બુકિંગમાં તોડ્યા અનેક રેકોર્ડ

Nani's The Paradise


મુંબઈઃ તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા 'નેચરલ સ્ટાર' નાનીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધ પેરાડાઇઝ' (The Paradise) 24 સપ્ટેમ્બરે થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. બે વખત રિલીઝ ડેટ લંબાયા બાદ આખરે દર્શકોની આતુરતાનો અંત આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, રિલીઝના થોડા કલાકો પહેલા જ આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં બંપર કમાણી કરીને બોક્સ ઓફિસના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો વિગતે જાણીએ....

એડવાન્સ બુકિંગથી રૂપિયા 43 કરોડની કમાણી કરી લીધી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, શ્રીકાંત ઓડેલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ વિશ્વભરમાં એડવાન્સ બુકિંગથી રૂપિયા 43 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે, જે નાનીની ગત ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શન કરતાં પણ ઘણો વધારે છે. 23 સપ્ટેમ્બર સુધીમાં 'ધ પેરાડાઇઝ' એ વર્લ્ડવાઇડ એડવાન્સ બુકિંગમાં રૂપિયા 43.77 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. બ્લોક કરાયેલી સીટો સિવાય માત્ર ટિકિટ વેચાણથી જ ફિલ્મે રૂપિયા 36.60 કરોડની કમાણી કરી લીધી છે. 

'HIT: The 3rd Case' ફિલ્મનો રેકોર્ડ પણ તોડી નાખ્યો

એડવાન્સ બુકિંગના આંકડાની વાત કરવામાં આવે તો, આંધ્રપ્રદેશમાં 11.35 કરોડ રૂપિયા, કર્ણાટકણાં 3.84 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 01.51 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રમા 44.84 લાખ રૂપિયા અને  દિલ્હીમાં 18.50 લાખ રૂપિયાની કમાણી કરી છે. સરખામણી કરીએ તો, નાનીની 2025માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ 'HIT: The 3rd Case' એ પહેલા દિવસે વિશ્વભરમાં રૂપિયા 37.80 કરોડ કમાયા હતા. જ્યારે 'ધ પેરાડાઇઝ' એ રિલીઝ પહેલાં જ આ આંકડો પાર કરી લીધો છે.

'A' સર્ટિફિકેટ અને ટ્રેલર વગર રિલીઝનો અનોખો પ્રયોગ

કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ દ્વારા આ ફિલ્મને 'A' (Adults Only) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, એટલે કે આ ફિલ્મ માત્ર પુખ્ત વયના દર્શકો જ જોઈ શકશે. આ ફિલ્મની સૌથી અનોખી બાબત એ છે કે નિર્માતાઓએ થિયેટરિકલ રિલીઝ પહેલા ટ્રેલર લોન્ચ ન કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો, જેના કારણે દર્શકોમાં સસ્પેન્સ અને ઉત્સુકતા બેવડાઈ ગઈ છે. આ ફિલ્મ તેલુગુ, હિંદી, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી ઉપરાંત સ્પેનિશ અને અંગ્રેજી સહિત કુલ 8 ભાષામાં રિલીઝ કરવામાં આવશે.