Mon Oct 05 2026

Logo

ચાકુના ઘા ઝીંકી સાસુની હત્યા: ફરાર જમાઇની ધરપકડ

2026-09-09 18:14:16
Author: Yogesh D. Patel
ચાકુના ઘા ઝીંકી સાસુની હત્યા: ફરાર જમાઇની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર


નાંદેડ: ચાકુના ઘા ઝીંકી સાસુની હત્યા કરી અને પત્નીને ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો.આરોપીની ઓળખ ગગનસિંહ ઉર્ફે લકી ગણપત મિલવાલે તરીકે થઇ હોઇ તે નાંદેડના શાહીદપુરા વિસ્તારનો રહેવાસી છે.પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર ગગનસિંહ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 21 ઑગસ્ટે રાતે પત્ની મોબાઇલ પર કોઇ સાથે ચૅટિંગ કરી રહી હતી, જેને કારણે ગગનસિંહ સાથે ફરી તેનો ઝઘડો થયો હતો, જે ઉગ્ર બન્યો હતો. એ સમયે ગગનસિંહની સાસુ ઘરમાં હાજર હતી. 
દરમિયાન ઉશ્કેરાયેલા ગગનસિંહે તેની પત્ની અને સાસુ પર ચાકુથી હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ગગનસિંહે કરેલા હુમલામાં બંને જગંભીર રીતે ઘવાઇ હતી. બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં સાસુને મૃત જાહેર કરવામાં આવી હતી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ગગનસિંહની પત્નીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા), 109 (1) (હત્યાનો પ્રયાસ) તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.નાંદેડ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ગગનસિંહ વિશે માહિતી મળી હતી. આથી પોલીસ ટીમ મંગળવારે નંદીગ્રામ સોસાયટીમાં પહોંચી હતી અને ત્યાં છુપાયેલા ગગનસિંહને પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)