Sat Sep 12 2026

Logo

નાંદેડને 4250 કરોડ રૂપિયાનો હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ મળશે: અશોક ચવ્હાણ

2026-03-12 20:04:55
Author: Vipul Vaidya
નાંદેડને 4250 કરોડ રૂપિયાનો હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ મળશે: અશોક ચવ્હાણ

નાંદેડ: મહારાષ્ટ્રના મરાઠવાડાના નાંદેડમાં 4250 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેનાથી લગભગ 1,800 થી 2,000 પ્રત્યક્ષ રોજગાર અને અનેક પરોક્ષ રોજગારનું સર્જન થવાની ધારણા છે, એમ ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ચવ્હાણે ગુરુવારે જણાવ્યું હતું.

આ પ્લાન્ટ, જેમાં ઉત્પાદન, એસેમ્બલી અને સ્પેરપાર્ટ્સ સુવિધાઓનો સમાવેશ થશે, તે રાજ્ય સરકાર અને રેટાવિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેના કરાર હેઠળ આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

‘આ પ્રોજેક્ટ હેલિકોપ્ટર માટે એન્જિનિયરિંગ સેવાઓ તેમજ જાળવણી અને સમારકામ સુવિધાઓ પણ પૂરી પાડશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરાયેલ ‘મેક ઇન ઇન્ડિયા’ અને વિકાસ ભારતની રાષ્ટ્રીય પહેલમાં ફાળો આપશે,’ એમ ચવ્હાણે જણાવ્યું હતું.