Sat May 02 2026

Logo

અત્યંત ઠંડા તાપમાનમાં સરહદોનું રક્ષણ કરવા સક્ષમ રોબોટ્સનું નાગપુરમાં ઉત્પાદન કરાશે: ફડણવીસ

2026-03-07 19:47:25
Author: Vipul Vaidya
Article Image

નાગપુર: મિહાન-એસઈઝેડમાં આગામી રોબોટિક્સ અને યુએવીની સુવિધામાં માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાનમાં ભારતીય સરહદોનું રક્ષણ કરવા સક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું અને એવો ઉલ્લેખ કર્યો હતો કે સૈનિકોની જગ્યાએ ચીની બોટ્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. 

સોલાર ગ્રુપની પેટાકંપની, સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ, નાગપુરના મિહાન-એસઈઝેડમાં 223 એકરનો વિશાળ રોબોટિક્સ અને યુએવી પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે, જે મીડિયમ અલ્ટિટ્યૂડ લોન્ગ એન્ડયુરન્સ (મધ્યમ ઊંચાઈવાળા ઘણી સહનશક્તિ-એમએએલઈ) ડ્રોન અને માનવરહિત સિસ્ટમોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રોબોટિક્સ અને યુએવી પ્લાન્ટ માટે ભૂમિપૂજન કર્યા પછી એક સભાને સંબોધતા, ફડણવીસે કહ્યું કે સમકાલીન યુદ્ધો બધા યુએવી અને ડ્રોન દ્વારા થશે. ‘આપણામાંથી ઘણા લોકોએ લગભગ ત્રણથી ચાર મહિના પહેલા સોશ્યલ મીડિયા પર વીડિયો જોયા હતા કે કેવી રીતે ચીની રોબોટ્સ સૈનિકોની જગ્યાએ દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે.

આગામી સોલાર યુએવી અને રોબોટિક્સ સુવિધામાં માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં ભારતીય સરહદોનું રક્ષણ કરવા સક્ષમ સમાન પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે આગામી 1,000 દિવસમાં, ઉત્પાદનની વર્તમાન પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ જશે.

‘દુનિયા જે રીતે બદલાઈ રહી છે, એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિક્ધડક્ટર ઇકોસિસ્ટમ વિશ્ર્વમાં ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રને ખૂબ જ ઝડપથી બદલી રહ્યા છે. ‘એવું માનવામાં આવે છે કે વિશ્ર્વમાં ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી મોટો અવરોધ આવી રહ્યો છે. આગામી એક હજાર દિવસમાં, ઉત્પાદનની વર્તમાન પ્રકૃતિમાં સંપૂર્ણ પરિવર્તન આવશે,’ એમ તેમણે કહ્યું હતું.