મુંબઈઃ મુંબઈનો સાહિલ ગુપ્તા ફૂટબોલના સ્ટાર ખેલાડી અર્લિંગ હાલેન્ડ તેની રીલ પર કમેન્ટ કરશે તો તે ત્રણ મહિનામાં 20 કિલો વજન ઘટાડશે કહી વાયરલ થઈ ગયો. આ વીડિયોએ નોર્વેના સ્ટ્રાઈકરનું ધ્યાન ખેંચ્યું અને લોકોના આશ્ચર્ય અને મિશ્ર પ્રતિસાદ વચ્ચે હાલેન્ડે તેની રિલ પર કમેન્ટ કરી લખ્યું હતું "સ્ટાર્ટિંગ નાવ". ફૂટબોલના સૌથી મોટા સ્ટાર્સમાંના એકે કમેન્ટ કર્યા પછી મજાકમાં કરાયેલી સોશિયલ મીડિયા બેટ તરીકે શરૂ થયેલી ફિટનેસ ચેલેન્જ વાસ્તવિક ચેલેન્જમાં ફેરવાઈ ગઈ છે.
વાત જાણે એમ હતી કે મુંબઈના કન્ટેન્ટ ક્રિએટર સાહિલ ગુપ્તાએ એક ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી. જો નોર્વેનો ફૂટબોલ સેન્સેશન અર્લિંગ હાલેન્ડ તેના વીડિયો પર કમેન્ટ કરશે તો તે ત્રણ મહિનામાં 20 કિલો વજન ઘટાડશે. જ્યારે હાલેન્ડે પોતે જવાબ આપ્યો ત્યારે જે અસંભવ સ્વપ્ન લાગતું હતું તે વાસ્તવિકતા બની ગયું. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે "હાલેન્ડ શું તમે મને પાતળો જોવા માંગો છો?"
ત્યાર બાદ સાહિલ ગુપ્તાનું કમેંટ સેકશન લોકોની રીતસર હોડ જામી છે. કેટલાક લોકોએ તો હાલેન્ડને ટેગ કરવાની પણ શરૂઆત કરી દીધી હતી અને મજાક મજાકમાં શરૂ આ ચેલેન્જ પર હાલેન્ડનું ધ્યાન પડતાં જ તેણે આના પર કમેંટ કરી દીધી
ગુપ્તાને પણ આશ્ચર્ય થયું કે હાલેન્ડે કમેંટ કરી. હાલેન્ડની કમેન્ટમાં ફક્ત બે શબ્દો હોવા છતાં તે કમેન્ટ સોશિયલ મીડિયા પર ઉત્સાહ જગાવવા માટે પૂરતી હતી. હજારો ફૂટબોલ ચાહકો અને ફિટનેસ ઉત્સાહીઓએ આ વાતચીતની ઉજવણી કરી, ઘણા લોકોએ તેને રમતગમતના આઇકોનનો એક નાનો પ્રતિસાદ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે પ્રેરણા આપી શકે છે તેનું સંપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું.
ત્યાર બાદ ગુપ્તાએ પણ હાલેન્ડ અને અન્ય લોકોનો આભાર માન્યો અને વચન આપ્યું કે અત્યારથી તે વજન ઘટાડવા પર કામ શરૂ કરશે અને દર શુક્રવારે વીડિયો અપલોડ કરી તેણે કેટલું વજન ઘટાડ્યું તેનું અપડેટ આપશે.
ફૂટબોલરે ખરેખર જવાબ આપ્યા પછી, ઘણા લોકો કમેંટ કરવા પાછા ફર્યા, જ્યારે અન્ય લોકોએ ગુપ્તાને વિશાળ ઓનલાઈન દર્શકો સામે ફિટનેસ ગોલ નક્કી કરવા બદલ બિરદાવ્યા.
હાલ આ મુદ્દે સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોટા ભાગના યૂઝર્સે આ વાતચીતનો આનંદ માણ્યો હતો, ત્યારે કેટલાકે કહ્યું કે જો સાચ્ચે ફિટનેસ માટે પ્રતિબદ્ધ હોવાની સાથે તો તેના માટે કોઈ કહે તેની રાહ જોવી વ્યર્થ છે અને વજન ઘટાડવાની શરૂઆત કરવા જણાવ્યું હતું. એક યૂઝરે લખ્યું હતું કે બીજાઓ કંઈક કહે તેની રાહ જોવાનું ભૂલી જાવ. જ્યારે તમને લાગે કે સમય આવી ગયો છે ત્યારે તમારે શરૂઆત કરવી જોઈએ.
જોકે, અન્ય લોકો માનતા હતા કે હાલેન્ડની કમેન્ટને કારણે ગુપ્તાને જરૂરી પ્રેરણા મળી. પણ મજાક મજાકમાં કરેલી એક પોસ્ટ અને ફૂટબોલ સ્ટારની કમેન્ટે લોકોને વિચારતા કરી મૂક્યા અને હવે ગુપ્તાએ પણ લોકોને વજન ઘટાડવાનું અને દર અઠવાડિયે કેટલું વજન ઘટાડ્યું તેનું અપડેટ આપવાનું વચન આપ્યું છે. હવે તે કેટલું વજન ઘટાડે છે તે તો ત્રણ મહિનામાં ખબર પડશે પણ આ ચેલેન્જને કારણે લોકોને તો ભરપૂર મનોરંજન મળી ગયું.