Sun Sep 13 2026

Logo

ઈસ્ટર્ન, વેસ્ટર્ન હાઈવે સહિત રસ્તાના ખાડા પૂરવા પાલિકા ખર્ચશે  રૂપિયા ૬૦ કરોડ

2026-06-11 08:34:00
Author: Sapna Desai
ઈસ્ટર્ન, વેસ્ટર્ન હાઈવે સહિત રસ્તાના ખાડા પૂરવા પાલિકા ખર્ચશે  રૂપિયા ૬૦ કરોડ


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવામાં  આવી રહ્યું છે, છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસા દરમ્યાન રસ્તા પર વરસાદને કારણે થનારા ખાડાઓને પૂરવા માટે પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ  કરવાની છે.  ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટે ૧૯.૧૭ કરોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે  માટે ૧૮.૮૮ કરોડ અને એકથી સાત ઝોનના રસ્તા માટે ૨૨.૦૫ કરોડ રૂપિયા રસ્તા પરના ખાડા પૂરવા માટે પાલિકા ખર્ચ કરવાની છે, તેનો લગતો પ્રસ્તાવ સ્થાયી  સમિતિમાં મંંજૂરી માટે આવવાનો છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન અને ચોમાસા બાદ  મુંબઈના  રસ્તાઓ પર મોટી સંખ્યામાં  પડતાં ખાડાને કારણે ઍિક્સિડન્ટનું જોખમ વધી જતું હોય છે. ખાડાઓ પુરવા માટે  પાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ વર્ષે ૬૦.૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ  કરવાની છે, જેમાં ઝોન એકથી સાત ઝોનમાં પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના રસ્તાઓ  પરના ખાડા પુરવા માટે ૧૬ પ્રસ્તાવ મંજૂરી માટે શુક્રવારે સ્થાયી સમિતિમાં આવવાના 
છે. 

સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા બનાવ્યા બાદ પણ રસ્તા પરના ખાડા પૂરવા માટે ૬૦  કરોડથી વધુ રકમના પ્રસ્તાવ સામે જોકે વિરોધપક્ષ વાંધો ઉઠાવે એવી શકયતા છે.  જોકે ચોમાસું નજીક હોઈ સત્તાધારી  પક્ષ દ્વારા રસ્તાઓને ખાડામુક્ત રાખવા  બહુમતીના જોરે તમામ પ્રસ્તાવ મંજૂર કરાવવાના પ્રયાસ હાથ ધરાશે તેવી શક્યતા  છે.  સ્થાયીમાં ૧૬ પ્રસ્તાવ આવવાના છે, તેમાં  ઈસ્ટર્ન એક્સપ્રેસ પરના ખાડાઓ ભરવા માટે ૧૯.૧૭ કરોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ખાડાઓ પુરવા માટે ૧૮.૮૮ કરોડ રૂપિયા એમ કુલ ૩૮.૦૫ કરોડના  બે અલગ-અલગ પ્રસ્તાવ મંજૂરી  માટે આવવાના છે.  તો ઝોન એકથી સાતમાં નવ મીટરથી અ ોછી પહોળાઈ અને વધુ પહોળાઈના રસ્તાઓ પરના ખાડા પૂરવા માટે ૨૨.૦૫ કરોડ ખર્ચવા માટેની ૧૪ પ્રસ્તાવ મંજુરી 
માટે આવવાના છે.