દેશના સૌથી પ્રતિષ્ઠિત અને અતિ-સુરક્ષિત ગણાતા લુટિયન્સ દિલ્હી (LBZ)ના પૃથ્વીરાજ રોડ પર રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી ચર્ચાસ્પદ અને મોટી ડીલફાઈલ થઈ છે. છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ આ અતિ-સુરક્ષિત વિસ્તારમાં આશરે રૂપિયા કરોડ ($૩૬.૭ મિલિયન) ની જંગી કિંમતે એક ભવ્ય આલીશાન બંગલો ખરીદ્યો છે.
આ હાઈ-પ્રોફાઈલ સોદાને આખરી ઓપ આપવામાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે જોડાયેલી ફેમિલી ઓફિસે મુખ્ય ભૂમિકા ભજવી છે. મુકેશ અંબાણીએ ખરીદેલી આ પ્રોપર્ટી સિંગાપોર સ્થિત જાણીતા પ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી (બીકે મોદી / ડૉ. એમ)ની માલિકીની હતી.
ભારતીય બિઝનેસ જગતમાં બીકે મોદી 'ભારતના જેવી કિંગ' તરીકે ઓળખાય છે. તેમણે 80 અને 90ના દાયકામાં ઝેરોક્સ, અલ્કાટેલ, ઓલિવિટી અને ટેલ્સ્ટ્રા જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે ભાગીદારી કરી હતી. તેમની કંપની 'મોદી ટેલ્સ્ટ્રા' એ વર્ષ 1995માં ભારતમાં સૌપ્રથમ સેલ્યુલર મોબાઈલ ફોન સેવાની શરૂઆત કરીને ઈતિહાસ રચ્યો હતો.
આ બંગલાનો શું ઉપયોગ કરશે રિલાયન્સ?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નવા બંગલાનો ઉપયોગ અંબાણી પરિવાર પોતાના અંગત નિવાસસ્થાન તરીકે નહીં કરે. રાજધાની દિલ્હીમાં કંપનીના વધતા વ્યાપારિક અને સરકારી કામકાજને ધ્યાનમાં રાખીને, કંપનીના વરિષ્ઠ અધિકારીઓ, કોર્પોરેટ મહેમાનો અને કર્મચારીઓ માટે હાઈ-એન્ડ પ્રીમિયમ ગેસ્ટ હાઉસ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે.
લુટિયન્સ દિલ્હી કેમ છે દેશનું સૌથી મોંઘું એડ્રેસ?
લુટિયન્સ બંગલો ઝોન (LBZ)માં દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને જજના ઓફિશિયલ રેસિડેન્સ આવેલા છે. ખાનગી બંગલાઓની સંખ્યા અત્યંત સીમિત હોવાથી અહીં ગૌતમ અદાણી અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ જેવા ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓના જ ઘરો છે. વારસાગત અને હરિયાળા વાતાવરણને જાળવી રાખવા માટે આ વિસ્તારમાં મોટા બાંધકામ કે તોડફોડ પર કડક પ્રતિબંધ હોય છે, જેથી તેની રિયલ એસ્ટેટ વેલ્યુ હંમેશા ટોચ પર રહે છે.