Wed Aug 26 2026

Logo

પહેલી જૂનથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડનો મુંંબઈમાં કંટ્રોલરૂમ

2026-05-29 19:49:09
Author: Sapna Desai
પહેલી જૂનથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડનો મુંંબઈમાં કંટ્રોલરૂમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વરસાદ સંબંધિત કટોકટીનો સામનો કરવા માટે પહેલી જૂનથી ૨૪ કલાક માટે  મોન્સૂન કંટ્રોલ રૂમ સ્થાપવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત  મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને શુક્રવારે કરી હતી.
સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને  જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે અને સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરો તમામ  પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ફરજ પર તહેનાત રહેશે.

કોર્પોરેશનનો એન્જિનિયરિંગ વિભાગ એમએમઆરમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના વિવિધ ફ્લાયઓવરની જાળવણી અને સમારકામ માટે જવાબદાર ગણાય છે. કંટ્રોલ રૂમ રાજ્ય સરકારના ઈમરજન્સી કંટ્રોલ રૂમ, મુંબઈ, થાણે અને નવી મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સંકલન કરશે એવું પણ સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને  જણાવાયું હતું. તેમ જ તેમણે ચોમાસાની મોસમ  દરમિયાન મદદ માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે.  ટોેલ-ફ્રી નંબર ૧૮૦૦૨૨૮૩૮૪ ની સાથે જ  જ્યારે કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર ૦૨૨-૨૬૪૨૦૯૧૪ અને મોબાઇલ નંબર ૮૯૨૮૧૨૮૪૦૬ રહેશે.