બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય અને સૂરજ નાંબિયારે ગઈકાલે ઓફિશિયલી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જાહેરાત કરી હતી અને તેમની આ એનાઉન્સમેન્ટ બાદથી જ ફેન્સ સોશિયલ મીડિયા પર એલીમનીને લઈને જાત જાતની વાતો કરી રહ્યા છે. કેટલાક લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે મૌનીને સૂરજ પાસેથી કેટલા રૂપિયા એલિમની તરીકે મળશે એની ચર્ચા થઈ રહી છે, ત્યારે ચાલો આજે તમને જણાવીએ કે આખરે એલિમનીને લઈને ભારતીય કાયદામાં શું જોગવાઈ છે...
ભારતીય કાયદા હેઠળ એલીમની કેવી રીતે નક્કી થાય છે અને તેની સાથે જોડાયેલા મહત્વના નિયમો વિશે વાત કરીએ તો કોર્ટ કોઈ પણ સ્ટાન્ડર્ડ ટકાવારી લાગુ કરવાને બદલે કેટલાક મહત્ત્વના પરિબળોનું મૂલ્યાંકન કરે છે. ચાલો જોઈએ કયા છે આ પરિબળો-
1. લાંબા સમય સુધી ચાલેલા લગ્ન સંબંધોમાં સામાન્ય રીતે એલીમનીની રકમ વધુ હોય છે.
2. એલિમનીની રકમ લગ્ન દરમિયાન બંને જે પ્રકારની જીવનશૈલી જીવતા હતા, તેને જાળવી રાખવા માટે અદાલત રકમ નક્કી કરે છે.
3. જો કોઈ પાર્ટનરે ઘરની જવાબદારી માટે પોતાની પ્રોફેશનલ પ્રગતિ છોડી હોય, તો તેને પ્રાથમિકતા અપાય છે. જો પત્ની કમાતી હોય પરંતુ તેની આવક પતિ કરતા ઘણી ઓછી હોય, તો પણ તે એલીમની માટે હકદાર ગણાઈ શકે છે.
માસિક એલીમની રકમ
ભારતીય અદાલતોના વિવિધ ચુકાદાઓ મુજબ નીચે મુજબના આંકડાઓને વાજબી ગણવામાં આવે છે-
1. સામાન્ય રીતે પતિની ચોખ્ખી માસિક આવકના અંદાજે 25% રકમને યોગ્ય માપદંડ માનવામાં આવે છે.
2. જો બંને પક્ષો એક જ વારમાં રકમ ચૂકવીને કેસનો નિકાલ કરવા માંગતા હોય, તો સામાન્ય રીતે પતિની કુલ નેટવર્થ (મિલકત, રોકાણ વગેરે) ના 20% થી 33% વચ્ચેની રકમ નક્કી થઈ શકે છે.
ક્યારે એલીમની બંધ થઈ શકે?
વાત કરીએ કે છુટાછેડાના કેસમાં ક્યારે એલિમની રોકવામાં કે બંધ કરવામાં આવશે એની તો ચોક્કસ સંજોગોમાં એલીમનીની ચુકવણી અટકાવી શકાય છે-
1. જો એલીમની મેળવનાર જીવનસાથી ફરીથી લગ્ન કરી લે, તો ચુકવણી તરત જ બંધ થઈ જાય છે.
2. જો બંને પક્ષો સરખી કમાણી કરતા હોય અને આર્થિક રીતે સક્ષમ હોય, તો કોર્ટ એલીમની ન આપવાનો આદેશ કરી શકે છે.