મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ સમયમાં અનેક મહત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 20મી મે 2026 બુધવારે સવારે 06.11 વાગ્યે ચંદ્રમા દેવગુરુ બૃહસ્પતિના સ્વામીત્વવાળા પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ચંદ્રનું આ નક્ષત્ર ભ્રમણ 21 મે 2026ની સવાર સુધી ચાલશે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
જ્યોતિષશાસ્ત્રમાં પુનર્વસુ નક્ષત્રને નવી આશા, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. ગુરુના આ નક્ષત્રમાં ચંદ્રનું ગોચર ચાર શિના જાતકો માટે કરિયરમાં મોટી સફળતા, માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલનારો સાબિત થશે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે ગુરુના નક્ષત્રમાં ચંદ્રનો આ પ્રવેશ આત્મવિશ્વાસ અને સચોટ નિર્ણય લેવાની ક્ષમતામાં જંગી વધારો કરશે. સામાજિક વર્તુળ (Social Circle) માં તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી વાતોથી આકર્ષિત થશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને મધુરતા આવશે. કરિયરમાં રોકેટ ગતિએ પ્રગતિ થવાની સાથે અણધાર્યો ધનલાભ થવાના મજબૂત યોગ છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનું આ ભ્રમણ વરદાન સમાન સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતાઓનો અંત આવશે અને તમે પરમ શાંતિ અનુભવશો. બિનજરૂરી ખર્ચ અને ધનહાનિ અટકશે, જેથી તમારી આર્થિક સ્થિતિ લોખંડી બનશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ (Siniors) નો પૂરો સાથ-સહકાર મળવાથી તમને કોઈ નવી અને મોટી યોજના પર કામ કરવાની તક મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ચંદ્રનું આ નક્ષત્ર પરિવર્તન કિસ્મતના બંધ તાળા ખોલનારૂ નીવડશે. તમને દરેક કાર્યમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કાર્યો પૂરા થશે. જે લોકો વિદેશ જવા માંગે છે કે વિદેશી સ્ત્રોતથી વ્યાપાર કરે છે તેમને મોટી સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારી મહેનત જોઈને પ્રમોશન અથવા નવી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે ગુરુના નક્ષત્રમાં ચંદ્રનું ગોચર ખુશીઓની વણઝાર લઈને આવશે. વિવાહિત જીવનમાં પરસ્પર સમજણ વધશે અને ચાલી રહેલો તણાવ કાયમ માટે શાંત થશે. બિઝનેસ કરતા જાતકોને આ સમયગાળામાં બમ્પર નફો મળી શકે છે. જો તમે કોઈ ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો અથવા નવી નોકરી જોઈન કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સુવર્ણ તક સમાન સાબિત થશે.