જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને સૌથી ઝડપી ગતિએ ભ્રમણ કરતો ગ્રહ માનવામાં આવે છે. ચંદ્ર દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે, જેના કારણે અવારનવાર શુભ-અશુભ યોગો સર્જાતા રહે છે. હવેથી બરાબર 48 કલાક બાદ એટલે કે 24મી જૂન, 2026ના રોજ ચંદ્ર ગ્રહ ગોચર કરીને શુક્રની સ્વામિત્વવાળી રાશિ 'તુલા'માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, ચંદ્રનું આ રાશિ પરિવર્તન 4 રાશિના જાતકો માટે અતિ શુભ સાબિત થવાનું છે. આ જાતકોના જીવનમાં માનસિક શાંતિ વધશે અને અપાર ધન કમાવવાની સુવર્ણ તકો પ્રાપ્ત થશે.
ક્યારે થશે ગોચર?
મન અને માતાના કારક ગણાતા ચંદ્રનો તુલા રાશિમાં પ્રવેશ 24મી જૂન, 2026 (બુધવાર)ના રોજ મધરાતે 12:52 વાગ્યે થશે. ચંદ્ર આ રાશિમાં 26મી જૂન, 2026ના રોજ બપોરે 12:32 વાગ્યા સુધી બિરાજમાન રહેશે. આ આશરે 60 કલાકના સમયગાળા દરમિયાન નીચેની 4 રાશિના જાતકો પર ચંદ્રદેવની વિશેષ કૃપા વરસશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતાઓ દૂર થશે અને કાર્ય કરવાનો ઉત્સાહ વધશે. નોકરી કરતા જાતકોને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જો કોઈ કામ વિદેશ સાથે જોડાયેલું હશે તો તે પૂર્ણ થશે. બિઝનેસમેનને મોટી ડીલ મળી શકે છે.
તુલાઃ
ચંદ્રનું ગોચર તુલા રાશિમાં જ થઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકો માટે સોનામાં સુગંધ ભળવા જેવો ઘાટ સર્જાશે. તમારા અટકેલા તમામ કાર્યો ઝડપથી શરૂ થઈ જશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓનો પૂરો સાથ-સહકાર મળશે, જેનાથી તમારો પ્રભાવ વધશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને ભવિષ્યની મોટી યોજનાઓ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર આત્મવિશ્વાસમાં વધારો કરનારું સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના પ્રબળ યોગો છે. વેપાર ક્ષેત્રે નવી અને ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને આ બાબતમાં પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ મળશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આ સમયગાળો અતિ શુભ ફળદાયી રહેશે. કરિયરમાં લાંબા સમયથી જે સફળતાની રાહ જોવાતી હતી તે હવે મળી શકે છે. આર્થિક તંગી દૂર થશે અને ધનલાભના નવા સ્ત્રોત ખુલશે. તમારી વિચારસરણી સકારાત્મક બનશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રે મોટા અને સચોટ નિર્ણયો લઈ શકશો. વ્યાપારમાં અટકેલી યોજનાઓ ફરી પાટા પર ચડશે.