જ્યોતિષીય દ્રષ્ટિએ મન અને લાગણીઓના કારક ગણાતા ચંદ્રદેવનું બુધના આધિપત્યવાળા 'જ્યેષ્ઠા' નક્ષત્રમાં પ્રવેશવું અતિ શુભ અને ફળદાયી સાબિત થવાનું છે. આજે એટલે કે 27મી જૂન, 2026 શનિવારના રોજ શનિ પ્રદોષ વ્રતના પાવન દિવસે જ ચંદ્રનું જ્યેષ્ઠા નક્ષત્રમાં ગોચર થઈ રહ્યું છે. ચંદ્રદેવ આગામી 29મી જૂન 2026, સોમવારના રોજ મોડી રાતે 01:08 વાગ્યા સુધી આ જ નક્ષત્રમાં ભ્રમણ કરશે. ચંદ્રના આ મહત્વપૂર્ણ નક્ષત્ર પરિવર્તનને કારણે 4 ખાસ રાશિના જાતકોને અણધાર્યો આર્થિક લાભ અને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે ચંદ્રનું આ નક્ષત્ર ગોચર ગોલ્ડન સમય લઈને આવશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે, તેમને સફળતા મળશે અને અભ્યાસમાં એકાગ્રતા વધશે. વેપારી વર્ગ માટે આ સમય કોઈ મોટી ડીલ લઈને આવી શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક નફો કરાવશે. લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે અને લાંબા સમયથી ચાલી રહેલી માનસિક અશાંતિ દૂર થશે.
કન્યાઃ
ચંદ્રનું બુધના નક્ષત્રમાં પ્રવેશવું કન્યા રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ 48 કલાકમાં કોઈ મોટી અને આકર્ષક તક તમારા હાથમાં આવી શકે છે. ભવિષ્યમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે અને ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. ઘરનું વાતાવરણ અત્યંત ખુશખુશાલ રહેશે અને આ સમય દરમિયાન કરેલી મુસાફરી સફળ અને આનંદદાયક રહેશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર કિસ્મત ચમકાવનારું સાબિત થઈ શકે છે. આર્થિક મોરચે મોટો ફાયદો થવાના સંકેત છે. અટકેલા નાણાં પરત મળી શકે છે. વેપાર ક્ષેત્રે નવી યોજનાઓ કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે આ સર્વોત્તમ સમય છે. પારિવારિક વિવાદોનો અંત આવશે અને ઘરમાં શાંતિ સ્થપાશે. સાથે જ માતાની તબિયતમાં ચાલી રહેલો સુધારો તમને મોટી રાહત આપશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આ ગોચર દરેક મોરચે શુભ પરિણામ આપનારું સાબિત થશે. તમારા ભાગ્યમાં અચાનક વૃદ્ધિ થશે, જેનાથી બગડેલા કામ આપોઆપ બનવા લાગશે. પૈસાની તંગી અથવા આર્થિક બાબતો સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓનો હવે અંત આવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જેઓ સિંગલ છે તેમને સફળતા મળી શકે છે. ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે સકારાત્મક અને ઉત્સાહવર્ધક બનશે.