Sun Sep 06 2026

Logo

મોનાલિસા પતિ ફરમાન ખાન સાથે હનીમૂન પર નીકળી, જુઓ વાયરલ તસવીરો...

2026-03-16 17:57:09
Author: Tejas Soni
મોનાલિસા પતિ ફરમાન ખાન સાથે હનીમૂન પર નીકળી, જુઓ વાયરલ તસવીરો...

કોચી: કુંભ મેળા દરમિયાન પોતાના લુકથી સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ જનાર મોની ભોસલે ઉર્ફે મોનાલિસા અત્યારે પોતાના લગ્નજીવનને લઈને ચર્ચામાં છે. લાંબા સમયના પ્રેમ સંબંધ બાદ તેણે ફરમાન ખાન સાથે લગ્નજીવન શરૂ કર્યું છે. લગ્ન બાદ આ નવદંપતી અત્યારે કેરળના રમણીય દરિયાકિનારે પોતાનું હનીમૂન એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તેમની તસવીરોમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી છે અને ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે.

મોનાલિસા અને ફરમાન ખાનના લગ્ન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછા નથી. આ લગ્નનો તેમના પરિવારો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આ કપલે સુરક્ષાની માંગ પણ કરી હતી. પોલીસના રેકોર્ડ મુજબ મોનાલિસા પુખ્ત વયની હોવાથી તેણે પોતાની મરજીથી ફરમાન સાથે રહેવાનો નિર્ણય લીધો છે. 
11 માર્ચ, 2026ના એક મંદિરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા, જેમાં ફરમાન મોનાલિસાની માંગમાં સિંદૂર ભરતો અને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળ્યો હતો. મોનાલિસાએ જણાવ્યું કે તેના પિતા તેને અન્ય જગ્યાએ લગ્ન કરવા મજબૂર કરતા હતા, પરંતુ તે ફરમાન સાથે જ સુખી છે.

હનીમૂન દરમિયાન મોનાલિસાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેને કેરળની શાંતિ અને ત્યાંના લોકો ખૂબ જ ગમ્યા છે. આ દંપતીએ હવે કેરળમાં જ સ્થાયી થવાનું મન બનાવી લીધું છે. વાયરલ થયેલા ફોટામાં મોનાલિસા શર્ટ અને પેન્ટમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે, જ્યારે ફરમાન કેઝ્યુઅલ લુકમાં તેની સાથે પોઝ આપી રહ્યો છે. સુરક્ષાના કારણોસર અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે તેઓએ આ રાજ્યની પસંદગી કરી છે.

એક્ટિંગ અને મોડેલિંગ ક્ષેત્રે સક્રિય મોનાલિસા ટૂંક સમયમાં જ મોટા પડદા પર પદાર્પણ કરવા જઈ રહી છે. સનોજ મિશ્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'દાયરી ઓફ મણિપુર'માં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર અગાઉ રિલીઝ થઈ ચૂક્યું છે અને લોકોએ તેના કામના વખાણ પણ કર્યા છે. લગ્ન બાદ પણ તે પોતાની કરિયર પર ધ્યાન આપવા માંગે છે. પોતાની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અંગત જીવનના આ મોટા નિર્ણયને કારણે તે સતત હેડલાઇન્સમાં રહી છે.