મુંબઈઃ પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ શર્મા સ્ટારર ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ સિનેમાઘરોમાં સતત દબદબો જાળવી રહી છે. રિલીઝ થયાના 12 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. મજબૂત વર્ડ ઓફ માઉથ અને ચાહકોના ભારે ઉત્સાહને કારણે ફિલ્મ ભારતમાં રૂપિયા 200 કરોડના ક્લબમાં સામેલ થવાના નજીકમાં છે.
અક્ષય કુમારની ‘હૈવાન’ પર ભારે રડી ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’
‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ તો બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘હૈવાન’ 5મા દિવસે જ કમાણીના મામલે ભારે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’એ 12મા દિવસે પણ કરોડોનો કારોબાર કરી રહી છે. વેબ સિરીઝની સફળતા બાદ મોટા પડદે આવેલી ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ એ પોતાના 12મા દિવસે પણ રૂપિયા 5.50 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. 6,950 થી વધુ શો સાથે ફિલ્મની હિન્દી ઓક્યુપન્સી 28% નોંધાઈ હતી.
લોકોને અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની પસંદ ના આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ફિલ્મે વિશ્વભરમાં રૂપિયા 280 કરોડથી વધુનો આંકડો પાર કરી લીધો છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી ક્રાઈમ થ્રિલર ‘હૈવાન’ રિલીઝના પાંચમા દિવસે જ બોક્સ ઓફિસ પર ધૂળ ચાટતી થઈ ગઈ છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી હોવા છતાં ફિલ્મ 5મા દિવસે માત્ર રૂપિયા 70 લાખની કમાણી કરી શકી હતી. 2,976 શો હોવા છતાં તેની થીયેટર ઓક્યુપન્સી ઘટીને માત્ર 12 ટકા પર આવી ગઈ હતી.
‘હૈવાન’ વિશ્વભરમાં 13.61 કરોડ રૂપિયાની કમાણી કરી
‘મિર્ઝાપુર ધ મૂવી’ ટૂંક સમયમાં જ ભારતમાં રૂપિયા 200 કરોડ નેટ કલેક્શનનો આંકડો વટાવી દેશે અને 2026ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક બનવા તરફ આગળ વધી રહી છે. સામે રૂપિયા 100 કરોડથી વધુના બજેટમાં બનેલી ‘હૈવાન’ વિશ્વભરમાં માત્ર રૂપિયા 13.61 કરોડની કમાણી જ કરી શકી છે, જેનાથી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થતી દેખાઈ રહી છે. અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા ઘણાં સમયથી ઓછી કમાણી કરે છે, સામે અન્ય ઓછા બજેટની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે.