જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને આ જ અનુસંધાનમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજકુમારે 15મી ફેબ્રુઆરીએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજકુમાર બુધે 15મી ફેબ્રુઆરીના રોજ દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્ર 'પૂર્વા ભાદ્રપદ'માં ગોચર કર્યું છે અને 10મી માર્ચ સુધી બુધ આ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. બુધ બુદ્ધિ, વાણી અને વેપારનો કારક છે, જ્યારે ગુરુ જ્ઞાન અને ધનનો પ્રતિક છે. આ બે શક્તિશાળી ગ્રહોનો સંયોગ કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમય લઈને આવ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે. નવી જવાબદારીઓ મળશે અને ઓફિસમાં માન-સન્માન વધશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવા વ્યવસાય માટે સાનુકૂળ સમય છે, પરંતુ અનુભવીઓની સલાહ લેવી હિતાવહ છે.
તુલાઃ
તુલા રાશિના જાતકોમાં આત્મવિશ્વાસનો સંચાર થશે. તમારા કૌશલ્યને કારણે કાર્યસ્થળે એક નવી ઓળખ ઉભી થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ઈન્ક્રીમેન્ટ મળવાના મજબૂત ચાન્સ છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અત્યંત ફળદાયી રહેશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે વ્યક્તિત્વ અને વાણીમાં સકારાત્મકતા આવશે. તમારી પ્રભાવશાળી વાણીથી લોકો આકર્ષિત થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે, નવી ઉર્જાનો અનુભવ કરશો.