જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ અને વેપારના દેવતા માનવામાં આવે છે અને તેને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધનું દરેક પરિવર્તન માનવ જીવન અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ પર ઊંડી અસર કરે છે. આગામી 13મી, 2026ના રોજ બુધ ગ્રહ પોતાની દિશા બદલીને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે.
શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર દિશાના અધિપતિ ધનલાભ આપનાર કુબેર દેવ છે. બુધનું આ દિશામાં ગમન 'બૌદ્ધિક સફળતા' અને 'આર્થિક સમૃદ્ધિ'નો સમન્વય લાવશે. ચાલો જાણીએ આ પરિવર્તન કઈ ચાર રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે અને તેમને કેવા લાભ મળશે...
મિથુનઃ
મિથુન રાશિનો સ્વામી પોતે બુધ છે, તેથી આ પરિવર્તન તમારા માટે અત્યંત શુભ રહેશે. જેઓ માર્કેટિંગ, એડિટિંગ કે રાઈટિંગ ક્ષેત્રે છે તેમને નવા પ્રોજેક્ટ્સ મળશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના મજબૂત યોગ છે. જો તમારા નાણાં લાંબા સમયથી ઉધાર આપેલા કે અટવાયેલા હોય, તો ૧૩ મે પછી તે પરત મળવાની શક્યતા વધશે. દર બુધવારે ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી લાભ બમણો થશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે બુધનું ભ્રમણ આવકના નવા સ્ત્રોત ઉભા કરશે. વેપારીઓ માટે આ સમય જબરદસ્ત નફો કરાવનારો રહેશે. કોઈ નવી ભાગીદારી કે બિઝનેસ ડીલ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળા માટે કરેલું રોકાણ શ્રેષ્ઠ વળતર આપશે. ઘરમાં ચાલી રહેલા જૂના વિવાદોનો અંત આવશે અને મન પ્રસન્ન રહેશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે બુધનું ઉત્તર દિશામાં જવું આર્થિક સ્થિરતા લાવશે. કામના સ્થળે તમારી વાણી અને કામની પ્રશંસા થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયા ઝડપી બનશે. લકી ડ્રો કે જૂના વીમાના નાણાં જેવી અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી તમારી જૂની લોન કે દેવું ચૂકવવામાં સરળતા રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને તેમના નસીબથી પણ તમને લાભ થઈ શકે છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે બુધનું આ ગોચર કાર્યસિદ્ધિ કરાવનારું રહેશે. જો તમે કન્સ્ટ્રક્શન કે ટેકનોલોજીના ક્ષેત્રમાં છો, તો નવા ઓર્ડર્સ મળવાની પૂરી શક્યતા છે. તમારી મહેનતનું યોગ્ય વળતર હવે મળશે. જમીન કે મકાનની ખરીદીના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિને લગતા મામલાઓમાં તમારી જીત થશે. માનસિક તણાવ ઓછો થશે અને તમે નવી ઉર્જા સાથે કામ કરી શકશો.