જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક, સંવાદ અને વ્યાપારના કારક ગ્રહ બુધ દેવનું ગોચર હંમેશા આર્થિક અને બૌદ્ધિક ક્ષેત્રે મોટા પરિવર્તનો લાવે છે. ત્રણ દિવસ બાદ એટલે કે આગામી 29મી મે 2026ના રોજ બુધ ગ્રહ પોતાની જ સ્વરાશિ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
જ્યોતિષીય નિયમો અનુસાર, જ્યારે બુધ ગ્રહ કેન્દ્ર ભાવમાં પોતાની સ્વરાશિ મિથુન કે પછી કન્યામાં બિરાજમાન હોય, ત્યારે પંચ મહાપુરુષ યોગોમાંનો સૌથી પાવરફુલ અને શુભ ગણાતો 'ભદ્ર રાજયોગ'નું નિર્માણ થાય છે. ગ્રહોના રાજકુમાર બુધના આ સ્વરાશિ ગોચર અને ભદ્ર રાજયોગના મહાસંયોગથી ચાર નસીબદાર રાશિઓના ભાગ્યના દ્વાર ખુલી જશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ..
મિથુનઃ
બુધ ગ્રહનું આ ગોચર મિથુન રાશિના જ પ્રથમ એટલે કે લગ્ન ભાવમાં થઈ રહ્યું છે, જેના કારણે તમારી રાશિમાં સીધો ભદ્ર રાજયોગ રચાશે. કમ્યુનિકેશન સ્કીલ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. સમાજ અને કાર્યક્ષેત્રે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. નોકરી કરતા જાતકોના કામની ઓફિસમાં ખુલ્લા મનથી પ્રશંસા થશે, જેના લીધે પ્રમોશન કે પગાર વધારાના મજબૂત યોગ બનશે. બિઝનેસમાં કોઈ મોટી અને નફાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી ધન લાભના નવા સ્ત્રોતો ખુલશે અને લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળશે.
કન્યાઃ
કન્યા રાશિના સ્વામી પણ બુધ દેવ હોવાથી આ ગોચર તમારા માટે સોનેરી સમય શરુ થઈ રહ્યો છે. બુધ તમારી રાશિના દસમા એટલે કે કર્મ ભાવમાં ભ્રમણ કરશે. જે યુવાનો લાંબા સમયથી મનગમતી નવી નોકરી શોધી રહ્યા છે, તેમને ઈચ્છા પ્રમાણેની મોટી ઓફર લેટર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારો દબદબો, પદ અને માન-સન્માન વધશે. આ સમયગાળા દરમિયાન પૈતૃક સંપત્તિ થી મોટો લાભ થવાના મજબૂત સંકેતો છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે બુધનું ગોચર સાતમા ભાવમાં થવાનું છે, જેનાથી અહીં ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર અને મજબૂત બનશે. જો પતિ-પત્ની વચ્ચે કોઈ જૂનો વિવાદ, ગેરસમજ કે અદાલતી મામલો ચાલી રહ્યો હશે, તો તેનો સુખદ અંત આવશે. વ્યાપારિક દૃષ્ટિએ નવા અને પ્રતિષ્ઠિત ભાગીદારો તમારી સાથે જોડાઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ આપશે. સમાજ અને માર્કેટમાં તમારી ક્રેડિટ વધશે અને તમને કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની સુવર્ણ તક મળી શકે છે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે બુધનું આ મહત્વપૂર્ણ ગોચર ચોથા ભાવમાં થશે, જે ભૌતિક સુખ-સુવિધાઓમાં જંગી વધારો કરશે. આ સમય દરમિયાન નવું આલીશાન વાહન કે મકાન-જમીન લેવાનો પ્લાન બનાવી શકો છો, જેમાં સફળતા મળશે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્ય સંપન્ન થવાથી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મોટો સુધારો થશે અને વડીલોના આશીર્વાદ તેમજ સહયોગ પ્રાપ્ત થશે. નોકરી-ધંધાના સ્થળે લાંબા સમયથી આવી રહેલી તમામ મુશ્કેલીઓ અને ઓફિસ પોલિટિક્સનો અંત આવશે.