નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન આજે ભારત અને જાપાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચીને નાની બહેન ગણાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે જાપાનના વડાપ્રધાન તાકાઇચીનું તેમની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન સ્વાગત કરતાં આનંદ થાય છે.
Sharing my remarks during the joint press meet with PM Sanae Takaichi of Japan. @takaichi_sanae
— Narendra Modi (@narendramodi) July 2, 2026
https://t.co/vIcOdb1d8j
દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી
આ ઉપરાંત પીએમ મોદી જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. તેમજ આ બંને નેતાઓએ સેમિકન્ડક્ટર્સ, એઆઈ, સંરક્ષણ, સુરક્ષા, રોકાણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સહયોગ અંગે ચર્ચા કરી હતી.
ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે
જાપાનના વડા પ્રધાન સના તાકાચી 1 થી 3 જુલાઈ દરમિયાન ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ 16મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ હાજરી આપી હતી.
ભારત-જાપાન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર
આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ સમિટ ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. જે વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. આ બંને નેતાઓએ ભારત-જાપાન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જેમાં ખાસ કરીને સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, AI,નવી ટેકનોલોજી અને મજબૂત સપ્લાય ચેઇન વિકસાવવા પર કેન્દ્રિત હતી.