Wed Sep 16 2026

Logo

કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, આવતીકાલે ફરી બેઠક

2026-07-24 15:58:00
Author: Chandrakant Kanoja
કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, આવતીકાલે ફરી બેઠક

PTI


નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલુ છે. તેમજ સોનમ વાંગચુકે તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. જ્યારે આજે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે, બેઠકમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ આવતીકાલે ફરી બેઠક યોજાશે. 

જંતર-મંતર પર તેમનો વિરોધ ચાલુ રહેશે

જોકે, આ દરમિયાન સીજેપીએ જણાવ્યું કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી જંતર-મંતર પર તેમનો વિરોધ ચાલુ રહેશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે કોઈ સહમતિ નહિ 

આ બેઠક અંગે સીજેપીના  રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે, અમે સરકાર સાથે 10 મિનિટની ચર્ચા કરી અને ત્રણ માંગણીઓ રજૂ કરી હતી.  મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને રૂપિયા 1 કરોડનું વળતર અને વિરોધીઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે કોઈ સહમતિ થઈ નથી. અમે કાલે ફરી સરકારને મળીશું. 

બે માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી 

તેમણે તેમના રાજીનામાની અમારી માંગણી પર વિચાર કરવા માટે કાલે બપોર સુધીનો સમય માંગ્યો છે. અમને આશા છે કે સરકાર તેમને જલ્દીથી હટાવશે. જેમાં સરકારે  આત્મહત્યાથી મૃત્યુ પામેલા નીટ  ઉમેદવારોના પરિવારોને વળતર, અને વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર અને કાનૂની કેસ પાછા ખેંચવાની બે માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.