Sat Sep 12 2026

Logo

માનવ સુથારના પરિવારજનો ટેસ્ટ જોવા રાજસ્થાનથી આવ્યા, પણ પાછા જતા રહ્યાઃ જાણો, શું હતું કારણ...

2026-06-07 21:16:41
Author: Ajay Motiwala
માનવ સુથારના પરિવારજનો ટેસ્ટ જોવા રાજસ્થાનથી આવ્યા, પણ પાછા જતા રહ્યાઃ જાણો, શું હતું કારણ...

PTI


ન્યૂ ચંડીગઢઃ ટેસ્ટ મૅચના પ્રથમ દાવમાં અફઘાનિસ્તાનની ત્રણ વિકેટ લઈને ટેસ્ટ-ડેબ્યૂને યાદગાર બનાવનાર લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર (Suthar)ના નિવૃત્ત શિક્ષક પિતા (Father) જગદીશ સુથાર પરિવાર સાથે પુત્રનો પર્ફોર્મન્સ જોવા અહીં રાજસ્થાનથી આવ્યા હતા, પરંતુ તેઓ બધા માનવનો એક પણ બૉલ જોયા વગર રવિવારે પાછા જતા રહ્યા હતા.

માનવ સુથારે 15.5 ઓવરમાં માત્ર 21 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. તેના પિતા સ્કૂલમાં ફિઝિકલ એજ્યૂકેશનના ટીચર હતા. માનવે ક્રિકેટમાં કરીઅર બનાવવાની સાથે ગે્રજ્યૂએશન પણ પૂરું કર્યું એવું તેમણે કહ્યું હતું.

જગદીશ સુથારે પીટીઆઇને કહ્યું, `હું મારી પત્ની અને પુત્રી માનસી (માનવની નાની બહેન) સાથે માનવનું ઇન્ડિયા-ડેબ્યૂ જોવા આવ્યા હતા. જોકે અમે બધા ઘરે પાછા આવી ગયા. કારણ એ છે કે અમે થોડી અંધશ્રદ્ધામાં માનીએ છીએ એટલે માનવનો લાઇવ પર્ફોર્મન્સ જોવાની બાબતમાં થોડા નર્વસ હતા.'

માનવને સ્ટેડિયમમાં પોતે રમતો જોશે તો કદાચ તે સારું ન પણ રમે એવું જગદીશ અને તેમના પરિવારજનો માનતા હતા એટલે પાછા રાજસ્થાન પહોંચી ગયા.