Sat Aug 29 2026

Logo

દિલ્હીમાં CJP ફાઉન્ડર અભિજીત દીપકે પર FIR, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાને લગાવ્યા ગંભીર આરોપ

2026-08-04 12:30:00
Author: Mumbai Samachar Team
દિલ્હીમાં CJP ફાઉન્ડર અભિજીત દીપકે પર FIR, સોશિયલ મીડિયા  ઇન્ફ્લુએન્સર ફૈઝાને લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હી: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ 'કોકરોચ જનતા પાર્ટી'ના ફાઉન્ડર અભિજીત દિપકે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, આજે મેં દિલ્હી ડીસીપી સમક્ષ સીજેપી (CJP) ફાઉન્ડર અભિજીત દિપકે વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે, કારણ કે મારી પાસે પુરાવા છે કે તેમના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. મારા પર પુણે અને ઓરંગાબાદમાં હુમલા થયા હતા.

ફૈઝાન અંસારીએ શું કહ્યું

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ વધુમાં જણાવ્યું કે, આ મામલામાં અગાઉથી જ બે કેસ નોંધાયેલા છે. હું ઇચ્છું છું કે દિલ્હી પોલીસ તુરંત અભિજીત દિપકેની ધરપકડ કરે. આ સાથે તેમણે દિલ્હી પોલીસના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, હું દિલ્હીના મુખ્યમંત્રી (CM) અને પોલીસના વખાણ કરું છું કે તેમણે યોગ્ય સમયે સોનમ વાંગચુકને કસ્ટડીમાં લીધા, જેના કારણે દિલ્હીનું વાતાવરણ બગડવાથી બચી ગયું.

'અભિજીત દિપકેની વહેલી તકે ધરપકડ કરવામાં આવે'

ફૈઝાન અંસારીએ જણાવ્યું કે અભિજીત દિપકે માત્ર પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હું ઈચ્છું છું કે દિલ્હી પોલીસ અત્યારે જ અભિજીત દિપકેની ધરપકડ કરે. મેં દિપકે વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે, તેમની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તેમણે દાવો કર્યો કે દિપકે પોતાના ફાયદા માટે બધું કરી રહ્યા છે. સાથે જ તેમણે લોકોને 'કોકરોચ જનતા પાર્ટી'ને સમર્થન ન આપવાની અપીલ પણ કરી હતી.

અભિજીત દિપકેનો સ્પષ્ટ જવાબ

બીજી બાજુ, અભિજીત દિપકેએ કહ્યું છે કે તેમનું સંગઠન કોઈ વિશેષ રાજકીય પક્ષની ટીકા કરવા અથવા બચાવ કરવાના ઉદ્દેશ્યથી કામ કરતું નથી. જો વિદ્યાર્થીઓ કોઈપણ સરકારના કાર્યકાળમાં મુશ્કેલીઓનો સામનો કરશે, તો તેમનું સંગઠન સત્તામાં રહેલા કોઈપણ પક્ષ વિરુદ્ધ અવાજ ઉઠાવશે. મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી ભલે ગમે તે પક્ષના હોય, તેમણે વિદ્યાર્થીઓના હિતોને પ્રાથમિકતા આપવી પડશે.