Tue Oct 06 2026

Logo

મમતા બેનર્જીને આંચકો, ટીએમસીનું ચૂંટણી ચિહ્ન સ્થગિત, બંને જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવાયા

2026-09-18 15:39:00
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીને આંચકો, ટીએમસીનું ચૂંટણી ચિહ્ન સ્થગિત, બંને જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવાયા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં ભંગાણ પડ્યું છે. જેમાં ટીએમસીમાંથી એક જુથ અલગ થયું હતું અને પોતાને અસલી ટીએમસી ગણાવીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જોકે, હવે ચૂંટણી પંચ આ મુદ્દે  મમતા બેનર્જી અને  ઋતબ્રત બેનર્જીને અલગ અલગ ચૂંટણી ચિહ્ન અને નામ ફાળવી દીધા છે. તેમજ ટીએમસીનું ચૂંટણી ચિહ્ન હાલ પૂરતું સ્થગિત કરી દીધું છે. 

મમતાના નેતૃત્વવાળા  જૂથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" નામ આપ્યું 

આ અંગે મળતા અહેવાલો મુજબ  ચૂંટણી પંચે મમતાના નેતૃત્વવાળા તૃણમૂલ જૂથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "ફૂટબોલ ખેલાડી"નું ચૂંટણી ચિહ્ન ફાળવ્યું છે. આ દરમિયાન પંચના આદેશ મુજબ પેટાચૂંટણી માટે ટીએમસી (TMC)ના અરૂપ રોય જૂથને "ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "પરબીડિયું" (એન્વલપ)નું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.

બંને જૂથોને પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ત્રિપુરામાં માન્યતા 

આ ઉપરાંત આ   બંને જૂથોને પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ત્રિપુરામાં માન્યતા પ્રાપ્ત પક્ષો તરીકે ઓળખવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સફિયુજ્જમાન શેખ (રેજીનગરથી) અને એહતેશામુલ હક (નંદીગ્રામથી) ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ વતી ચૂંટણી લડશે. બીજી તરફ રબિયુલ આલમ ચૌધરી (રેજીનગરથી), સંચિતા પ્રધાન (નંદીગ્રામથી) અને અબ્દુલ સલામ (નાગાંવ લોકસભા મતવિસ્તારમાંથી) "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" વતી ચૂંટણી લડશે.