Tue Mar 10 2026

Logo

બાંગ્લાદેશમાં BNPની જીત બદલ મમતા બેનર્જીએ તારિક રહેમાનને ‘ભાઈ’ કહી પાઠવ્યા અભિનંદન...

3 weeks ago
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: બાંગ્લાદેશમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) મોટી જીત મેળવી છે, આ જીત બાદ તારિક રહેમાનને ભારતના બાંગ્લાદેશના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. બાંગ્લાદેશની સરહદ પર આવેલા ભારતના રાજ્ય પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તારિક રહેમાનને અભિનંદનન પાઠવ્યા છે, તેમણે તરીકને ‘ભાઈ’ તરીકે સંબોધ્યા છે.

સોશીયલ મીડીયા પ્લેટફોર્મ X પરની બંગાળી ભાષામાં લખેલી એક પોસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી એ લખ્યું, "શુભોનંદન, બાંગ્લાદેશના મારા તમામ બધા ભાઈઓ અને બહેનો મારા હાર્દિક અભિનંદન. બધાને રમઝાન મુબારક. આ મોટી જીત માટે, મારા તારિક ભાઈ, તેમની પાર્ટી અને તમામ પક્ષોને મારા અભિનંદન. અમે પ્રાર્થના કરી છીએ તમે ખુશ રહો."

મમતા બેનર્જીએ આશા વ્યક્ત કરી કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડેલા સંબંધો સુધારે અને સૌહાર્દપૂર્ણ બને.

ઓગસ્ટ 2024 માં અવામી લીગ શાસનના પતન બાદ મોહમ્મદ યુસુફની આગેવાની હેઠળની વચગાળાની સરકારે સાશન ચલાવ્યું હતું, આ દરમિયાન બાંગ્લાદેશમાં થયેલી રાજકીય હિંસામાં હિંદુઓને નિશાન બનાવવામાં આવતા ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો વણસ્યા હતાં. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં શરણ લઇ રહ્યા છે, બાંગ્લાદેશે કરેલી પ્રત્યાર્પણની અરજીઓ ભારતે નકારી કાઢી છે, જેને કારણે બંને દેશો વચ્ચે તણાવા ઉભો થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તારિક રહેમાનને અભિનંદન આપ્યા છે. તેમણે X પર લખ્યું, "બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓમાં બીએનપીને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ જીત દર્શાવે છે કે બાંગ્લાદેશના લોકોને તમારા નેતૃત્વમાં વિશ્વાસ છે.”