કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીની કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ હવે ભવાનીપુર ચૂંટણીના પરિણામને કોલકાતા હાઇકોર્ટમાં પડકાર્યું છે. આ અંગે મમતા બેનર્જી તેમના સાથીઓ સાંસદ ડેરેક ઓ બ્રાયન, ડોલા સેન અને કલ્યાણ બેનર્જી સાથે હાઇકોર્ટ પહોંચ્યા હતા.
ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી આમને સામને હતા
પશ્ચિમ બંગાળમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પરિમાણોમાં ટીએમસીની હાર થઇ છે. જ્યારે ભાજપ પ્રથમ વાર સત્તામાં આવી છે. તેમજ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી આમને સામને હતા. આ બેઠક પરથી સુવેન્દુ અધિકારીએ 15,104 મતોથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. જેમાં સુવેન્દુ અધિકારીને 73,917 અને મમતા બેનર્જીને 58812 મત મળ્યા હતા. જ્યારે જ્યારે ત્રીજા સ્થાન પર સીપીએમના શ્રીજીબ વિશ્વાસને 3556 મત મળ્યા હતા.
સુવેન્દુ અધિકારી 15104 મતની લીડથી ભવાનીપુર બેઠક પરથી વિજેતા જાહેર થયા
જોકે, મમતા બેનર્જી 16માં રાઉન્ડ સુધી આગળ હતા અને બાદમાં સુવેન્દુ અધિકારી આગળ નીકળ્યા હતા. તેમજ આખરી રાઉન્ડમાં 15104 મતની લીડથી ભવાનીપુર બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા.