Tue May 05 2026

Logo

આગામી આઠ મહિના આ પાંચ રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ લકી, જોઈ તો તમારી રાશિ પણ છે ને?

2026-05-05 16:12:43
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં ચાલુ થયેલો મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે. આ મે મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને અનેક મહત્ત્વના શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસસાર 2026ના મે મહિનાથી લઈને ડિસેમ્બર સુધી ગ્રહોની જે વિશેષ સ્થિતિ સર્જાઈ રહી છે, તે અનેક રાશિના જાતકો માટે પ્રગતિકારક સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિનું મીન રાશિમાં ભ્રમણ અને સૂર્ય તથા મંગળનો પ્રભાવ કરિયર અને આર્થિક પાસાઓ પર સકારાત્મક અસર કરશે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ડિસેમ્બર મહિના સુધી જલસા જ જલસા કરશે... 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે મેથી ડિસેમ્બર મહિના સુધીનો સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના વાચકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે અને નોકરીમાં નવી જવાબદારીઓ સાથે પ્રગતિના યોગ છે. વેપારીઓ માટે પણ આ સમય સાનુકૂળ રહેશે.

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આ સમયે તમારી આવકમાં વધારો થવાની સાથે નોકરીમાં પ્રગતિ કે પગાર વધારાના ચાન્સ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થતાં તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને ઉત્તમ તકો મળી શકે છે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે મે મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનો સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. આ સમયે કામના સ્થળે કરેલી તમારી મહેનત રંગ લાવશે અને કાર્યસ્થળે તમારી છબી વધુ મજબૂત બનશે. નવા કામ શરૂ કરવા માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે પણ આગામી આઠ મહિના ભાગ્યનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આ સમયે તમને એક પછી એક સારા સમાચાર લઈને આવશે. આ રાશિના જાતકો માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. પારિવારિક સંબંધો સુધરશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. માતા-પિતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો છે. 

ધનુ: 

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યો છે. આ સમયે કરિયરમાં ગ્રોથ કે મોટા બદલાવની તક મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સકારાત્મક પરિણામો મળશે અને મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો એક પછી એક નવી તક લઈને આવી રહ્યો છે.