Sun Jul 26 2026

Logo

LPG સંકટઃ દેશના ગ્રામીણ વિસ્તારોમાં હવે 25ના બદલે 45 દિવસમાં બુક કરી શકાશે

2026-03-12 16:26:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ઈરાન-ઈઝરાયલની લડાઈમાં દરરોજ એક નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી થઈ રહી છે. આ લડાઈની અસર દુનિયાભરના દેશમાં પડી રહી છે. ભારતમાં LPG સિલિન્ડરને લઈ કેટલાક વિસ્તારમાં અવ્યવસ્થા જોવા મળી રહી છે. 

આ યુદ્ધના માહોલ વચ્ચે નવી અપડેટ એ મળી રહી છે કે, ગ્રામીણ વિસ્તારોમાં હવે LPG સિલિન્ડરના બુકિંગ માટે હેવ સમય 25 દિવસથી વધીને 45 દિવસ કરી દેવામાં આવ્યો છે, જ્યારે શહેરી વિસ્તારમાં બુકિંગને લઈને કોઈ વિગત આપવામાં આવી નથી. 

સિલિન્ડર રીફિલ કરવા લાઈન લાગી

ગ્રામીણ વિસ્તારમાં હવે 45 દિવસમાં ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાશે. શહેરી વિસ્તારમાં 25 દિવસમાં જ સિલિન્ડર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગેસ સિલિન્ડની અછતને લઈ ઉડી રહેલી અફવાને ધ્યાને લેતા ઘણા પરિવારો ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થા કરીને સિલિન્ડરને રીફિલ કરાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરનો સ્ટોક કરી કાળાબજાર કરનારાને રોકવાના હેતુથી LPG ગેસ સિલિન્ડરના બુકિંગમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. બુકિંગના નિયમમાં ફેરફાર કર્યા હતા. 

ગેસ સપ્લાય પર ગંભીર અસર

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈની અસર અંતર્ગત હોર્મુઝમાંથી જહાંજ સહિત ગેસની સપ્લાય ખોરવાતા આ નોબત આવી હતી. LPG સિલિન્ડરનો બુકિંગ સમય વધારીને 21 દિવસના બદલે 25 દિવસ કરી દેવામાં આવ્યો હતો.

ડોમેસ્ટિક કસ્ટમર માત્ર 15 દિવસમાં LPG સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા હતા, જે લોકો પહેલા 55 દિવસમાં LPG સિલિન્ડર બુક કરાવી રહ્યા હતા તેઓ હવે માત્ર 15 દિવસમાં જ બુકિંગ કરાવી રહ્યા છે. દેશમાં ઇંધણને લઈ સર્જાઈ રહેલા સંકટ પર પેટ્રોલિયમ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, ડૉમેસ્ટિક ગેસની જરૂરિયા પૂરી કરવા માટે આપણી પાસે પૂરતો ભંડાર છે. 

લોકોએ ખોટી ઊતાવળ ન કરવી જોઈએ

લોકોએ ખોટી અફવાથી પ્રેરાઈને ખોટી ઊતાવળ ન કરવી જોઈએ. ડૉમેસ્ટિક રીફાઈનરી કંપનીઓએ પણ LPGના ઉત્પાદનમાં વધારો કરવા માટેની સહમતી દર્શાવી છે. આ સ્થિતિમાં હવે ભારતના જહાંજને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાંજ કરવા માટે કોઈ વિધ્ન નહીં નડે. ઈરાને આ અંગે ભારતીય જહાંજોને મંજૂરી આપી છે. 

સુરક્ષિત રીતે ભારતીય જહાંજ હોર્મુઝમાંથી પસાર થશે અને ભારત સુધી આવશે. તેથી લોકોએ ગેસ કે પેટ્રોલ-ડીઝલને લઈને ખોટી ઊતાવળ ન કરવી જોઈએ. સરકારના પૂરતા પ્રયાસ છે કે, કોઈ રીતે ફ્યુઅલ કે ગેસની તંગી દેશમાં ઊભી ન થાય.