Sun Jul 26 2026

Logo

LPG સિલિન્ડરની તંગી વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર, 'પંચાયત'થી લઈને 'હેરા ફેરી'ના મીમ થઈ રહ્યા છે વાઈરલ...

2026-03-12 23:09:46
Author: Darshana Visaria
Article Image

સોશિયલ મીડિયા પર અત્યારે LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવને લઈને મીમ્સનું પૂર આવ્યું છે. જ્યારે પણ સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધે છે અથવા કોઈ પાયાની જરૂરિયાતની વસ્તુની અછત સર્જાય છે, ત્યારે નેટિઝન્સ પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે રમૂજ અને કટાક્ષનો સહારો લેતા હોય છે.

હાલમાં દેશના કેટલાક ભાગોમાં ગેસ સિલિન્ડરના સપ્લાયમાં વિલંબ અને અછતની અફવાઓ વચ્ચે લોકોએ ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર રમુજી વીડિયો શેર કરવાનું શરૂ કર્યું છે. તમે પણ આમાંથી કેટલાક વીડિયો અને મીમ તો જોયા જ હશે, ચાલો જોઈએ શું છે આ વાઈરલ થઈ રહેલાં વીડિયો અને મીમમાં ખાસ... 

જાણીતી વેબ સિરીઝ પંચાયતના ફેમસ ડાયલોગ દેખ રહા હૈ બિનોદને ગેસ એજન્સીની બહાર લાગેલી લાઈનો સાથે કનેક્ટ કરી રહ્યા છે. આ સિવાય વળી કેટલાક મીમ્સમાં 'મિર્ઝાપુર'ના પાત્રો ગેસ સિલિન્ડરને સોનાની જેમ સાચવીને રાખતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ મજેદાર મીમ નેટિઝન્સને આ કટોકટી અને ટેન્શનવાળી પરિસ્થિતિમાં પણ હસવા માટે મજબૂર કરી રહ્યા છે. 

આ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી બધી હાઉસવાઈફે પણ ફની વીડિયો બનાવ્યા છે જેમાં તેઓ ખાલી સિલિન્ડરની આરતી ઉતારતી જોવા મળે છે કે પછી સિલિન્ડરને વિદાય આપતી જોવા મળે છે. આ વીડિયો પર લાખો વ્યુઝ અને હજારો કોમેન્ટ્સ આવી રહી છે. નેટિઝન્સ આ મીમ અને વીડિયોને વાઈરલ થઈ રહ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોષી સ્ટારર ફિલ્મ પીકેનો 12 કિલો ભીંડીવાળા આઈકોનિક સીનને પણ લોકો એલપીજી સિલિન્ડરની તંગી સાથે કનેક્ટ કરી રહ્યા છે. 

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ 'હેરા ફેરી' ફિલ્મના સીન્સનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક સિલિન્ડર મેળવવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને એક કા ડબલવાળો સીન ગેસના ભાવ વધારા સાથે સાંકળવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં મીમ્સ પર નેટિઝન્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નેટિઝન્સનું એવું કહેવું છે કે, જ્યારે સમસ્યા મોટી હોય અને તેનો કોઈ ઉકેલ ન દેખાતો હોય, ત્યારે હસવું એ જ એકમાત્ર દવા કે ઈલાજ છે. જોકે, આ મીમ્સ પાછળ મોંઘવારી અને અછતને લઈને સામાન્ય માણસની ગંભીર ચિંતા પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.