Sat Sep 05 2026

Logo

લૉર્ડ્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં ભારતની પ્રથમ બૅટિંગ, શેફાલી શૂન્યમાં આઉટ

London   2026-07-10 16:16:00
Author: Ajay Motiwala
લૉર્ડ્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં ભારતની પ્રથમ બૅટિંગ, શેફાલી શૂન્યમાં આઉટ

લંડનઃ લૉર્ડ્સ (Lords)ના ઐતિહાસિક મેદાન પર પહેલી જ વખત મહિલા ટેસ્ટ મૅચ શરૂ થઈ છે જેમાં ઇંગ્લૅન્ડ સામે ભારતે બૅટિંગ મળ્યા બાદ ચોથા જ રન પર શેફાલી વર્માએ વિકેટ ગુમાવી દીધી હતી.

ફાસ્ટ બોલર લૉરેન ફિલરના બૉલમાં તે વિકેટકીપર ઍમી જોન્સના હાથમાં કૅચઆઉટ થઈ હતી. છઠ્ઠી ઓવરમાં ભારતનો પ્રથમ દાવનો સ્કોર એક વિકેટે 27 રન હતો.

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના 12 રન અને યસ્તિકા ભાટિયા પણ 12 રને રમી રહી હતી. ભારત (India) પાસે હજી કૅપ્ટન હરમનપ્રીત ઉપરાંત જેમિમા રૉડ્રિગ્સ, વિકેટકીપર રિચા ઘોષ, દીપ્તિ શર્મા જેવી ભરોસાપાત્ર બૅટર્સ છે.

પુરુષોની ટેસ્ટ ક્રિકેટમાં લૉર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ જુલાઈ, 1884માં (142 વર્ષ પૂર્વે) રમાઈ હતી, પરંતુ મહિલાઓને આ મેદાન પર ટેસ્ટ રમવાનો મોકો છેક હવે મળ્યો છે. હરમનપ્રીત કૌર ભારતની અને નૅટ સિવર-બ્રન્ટ ઇંગ્લૅન્ડની કૅપ્ટન છે.