નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અનેક વાર આરોપ લગાવી ચુક્યા છે કે જ્યારે તેઓ લોકસભા ગૃહમાં વડાપ્રધાન મોદી સામે સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે. આજે ગુરુવારે માઈલ બંધ થવા અંગેના આરોપ પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કટાક્ષ કરી હતી.
સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલનું માઈક કામ કરી રહ્યું છે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરી, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, “માત્ર તમારું જ માઈક બંધ થાય છે?”
સંસદના વિશેષ સત્ર દરમિયાન, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે લોકસભા ગૃહમાં મહિલાઓ માટે 33% અનામતના પ્રસ્તાવ પાછળ સરકારના ઈરાદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે સરકારને પૂછ્યું કે વર્ષ 2024 માં આ પગલું કેમ લાગુ ન કરવામાં આવ્યું?
કેસી વેણુગોપાલ આ સવાલ પૂછી રહ્યા હતાં, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉભા થયા. તેમણે વાંધો ઉઠાવતા કહ્યું કે બિલ પર ચર્ચા કર્યા વિના તેની યોગ્યતા પર સવાલ ન ઉઠાવી શકાય.
અમિત શાહની દાખલ બાદ લોકસભા અધ્યક્ષે ઓબ બિરલા વેણુગોપાલને ગૃહની પ્રક્રિયા સમજાવી રહ્યા હતાં, ત્યારે વિપક્ષએ કહ્યું કે વેણુગોપાલનનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે બાદ રાહુલ ગાંધીએ પણ માઈક તરફ ઈશારો કરીને કહ્યું "માઈક ચાલુ નથી".
આ સમયે લોકસભા અધ્યક્ષે હાસ્ય સાથે કટાક્ષ કર્યો: "માઈક ચાલુ હૈ, સિર્ફ આપકા હી બંધ હોત હૈ. ઇનકા બંધ નહિ હોતા."
“Aapka hi mic band hota hai, inka nahi”
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) April 16, 2026
Om Birla trolled Rahul Gandhi brutally on his mic off drama pic.twitter.com/UMErDOGjBz
નોંધનીય છે કે વર્ષ 2023 માં તેમની યુકે મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ એક સંબોધન દરમિયાન આરોપ લગાવ્યો હતો કે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તેમનું માઇક ઘણી વખત બંધ કરવામાં આવ્યું હતું.