Mon Jul 27 2026

Logo

મેચ ફિક્સિંગ અને દાઉદને લઈ લલિત મોદીનો ચોંકાવનારો ખુલાસોઃ એ વખતે પેન્ટમાં જ પેશાબ થઈ ગયો હતો...

2026-06-04 18:12:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ ચેરમેન લલિત મોદીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તથા તેની ગૅંગ તરફથી મળેલી જીવલેણ ધમકીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મેચ ફિક્સિંગ અને દાઉદ સાથે જોડાયેલી ઘટનાનો લલિત મોદીએ ચોંકાવનારી વાત કરી હતી. આ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે,એ વાત સાંભળીને પેન્ટમાં જ પેશાબ થઈ ગયો હતો. દાઉદ અને તેની ગૅંગને લઈને પહેલીવાર ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં એવી સ્પષ્ટતા છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ગૅંગ તરફથી મળતી ધમકી ક્રિકેટ મેનેજમેન્ટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયનું મોટું કારણ રહ્યું હતું. 

દાઉદને કારણે ક્રિકેટમાં સન્યાસ લીધો

ખાસ મુલાકાતમાં લલિત મોદીએ જણાવ્યું હતું કે IPL ટુર્નામેન્ટના શરૂઆતના વર્ષોમાં મેચ ફિક્સની સામે એમનું વલણ ડી કંપનીના અંડરમાં આવતા ડૉલરના અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજી નેટવર્ક સાથે સીધી રીતે ટકરાયું હતું. લલિત મોદીએ દાવો કર્યો હતો કે, આ ગૅંગ એક એવું સટ્ટા બજાર ચલાવે છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. જ્યાં દરેક બોલ પર દાવ રમવામાં આવે છે.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, દાઉદ ઈબ્રાહિમને કારણે ક્રિકેટમાંથી સન્યાસ લીધો તો IPLના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ લલિત મોદીએ કહ્યું કે, આ સૌથી મોટા કારણો પૈકી એક છે. લલિતે કહ્યું કે દાઉદ એક મોટો અને કુખ્યાત સટ્ટાબાજ છે. એક સમયે ક્રિકેટ સટ્ટાને કંટ્રોલ કરતો હતો. એ દિવસોમાં તે 2 અબજ ડૉલરની અંડરગ્રાઉન્ડ સટ્ટો કરતો હતો. આજે આ પ્રતિ મેચ 4 અબજ ડૉલર સટ્ટાનો કારોબાર કરે છે. આ એવી ગેમ છે, જેમાં દરેક બોલ પર દાવ લગાવવાની સંભાવના હોય છે. 

બીજી સિઝનને લઈને જો વિશ્વાસ હતો

આ સટ્ટો છે પણ હવે કોઈ મેચ ફિક્સિંગ કરતું નથી. તમે ઓવર ફિક્સ કરી શકો, બોલ ફિક્સ કરી શકો છો. મને વિશ્વાસ હતો કે, હું IPLની બીજી સિઝન રમાડી નહીં શકું. આ માટે ઘણી મોટી મોટી શરતો લગાવવામાં આવી હતી. મુંબઈ પોલીસને બધુ જ રેકોર્ડ કરી લીધું છે. એ સમયે પણ મુંબઈ પોલીસે મને ઝેડ ક્લાસ સિકયોરિટીમાં રાખ્યો હતો.

મુંબઈમાં મારા ઘરની બાહર ગોળીબાર થયો હતો. જે સમયે હું કેપટાઉનમાં હતો એ સમયે જોહન્સબર્ગમાં મારા પર જીવલેણ હુમલો થયો હતો. મોંટેનેગ્રોમાં પણ મારા પર જીવલેણ હુમલો થયો હતો. લંડનમાં મારા દીકરાનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. મેં આ સ્ટોરી હજુ સુધી કોઈને કહી નથી. મને સવારે 3.30 વાગ્યે ફોન આવ્યો હતો. આ એક એવો માણસ હતો જેને તમે IPLની તમામ મેચમાં આસપાસમાં જોઈ શકો છો, તે રાજનેતાઓની આસપાસ રહે છે. તે લંડનમાં રહેતો માણસ છે. 

દાઉદને કોણે ફોન કર્યો?

આ દલાલ ડીલર ટાઈપનો માણસ છે. તેણે એવું કહ્યું કે, અત્યારે બાબા સાથે મુલાકાત કરવી પડશે. એ પછી હું બાબાના પેન્ટહાઉસ પર ગયો હતો, તેણે મને કહ્યું કે, એને એક IPLની ટીમ જોઈએ છે. મેં એમને કહ્યું કે મને દાઉદથી મોટી મુશ્કેલી છે. તેણે મને કહ્યું કે એનો હું ઉકેલ આપું છું. આ બધી એમની ચાલ હતી. પછી તે પોતાની અગાશી પર ગયો અને સેટેલાઈટ ફોનથી દાઉદને ફોન કર્યો હતો. પણ એ વખતે પેન્ટમાં પેશાબ થઇ ગયો હતો અને આ વાત છે વર્ષ 2012ની. 

એ સમયે મને ખબર નહોતી કે, જ્યારે મેં એની સાથે ફોન પર વાતચીત કરી ત્યારે દાઉદ ક્યાં છે એની મને ખબર નહોતી. મારૂ આ નિવેદન પણ રેકોર્ડેડ છે. પછી આ બાબા દરેક જગ્યાએ જોવા મળ્યા. મારા પર હુમલાઓ એટલા માટે થતા હતા, કારણ કે મેં આઈપીએલને દક્ષિણ આફ્રિકામાં  ટ્રાન્સફર કરી દીધી હતી. તે સમયે પણ તેણે શરત લગાવી હતી કે આઈપીએલ સાઉથ આફ્રિકામાં ટ્રાન્સફર નહીં થાય. 

સમગ્ર ઈન્ટરવ્યૂ ચર્ચામાં

આ કારણે જાહેર મંચને પણ મોટું નુકસાન થયું હતું.તેઓ એવું ઈચ્છતા હતા કે, આ નુકસાન હું ભરપાઈ કરૂ.દાઉદે ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, લલિત મોદી સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે. એ પછીંમેં એટલું જ કહ્યું કે, હું ક્રિકેટ ક્ષેત્રમાંથી નિવૃતિ લઈ રહ્યો છું.જોકે લલિત મોદી સાથેનો આ સમગ્ર ઈન્ટરવ્યૂ  ખૂબ જ ચર્ચામાં છે.

જેમાં તેમણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક ચોંકાવનારી વાત પણ કહી હતી. થોડા સમય પહેલા સુસ્મિત સેન સાથે લલિત મોદીનું નામ લેવામાં આવી રહ્યું હતું, જોકે લલિત મોદીએ એમને સારી મિત્ર કહીને આ સમગ્ર વાત પર કોઈ સ્પષ્ટતા કરી ન હતી.