મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટલીની મુલાકાત કરી છે, જ્યાં તેમણે જ્યોર્જિયા મેલોની સાથે એક સેલ્ફી પડાવી હતી અને મેલોડી ટોફી ગિફટમાં આપી હતી. આ ગિફ્ટ માટે મેલોનીએ પણ વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ મેલોનીને મેલોડી ગિફ્ટ કરતા સોશિયલ મીડિયા પર ટોફી ટ્રેડિંગમાં આવી છે. આ સમગ્ર વિષય પર બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ-મોડલ કીર્તિ ખરબંદાએ પણ રીએક્ટ કર્યું.
કેપ્શને સૌનું ધ્યાન ખેંચ્યું
હકીકતમાં કીર્તિએ પોતે તાજેતરમાં કરાવેલું ફોટોશૂટ ચર્ચામાં છે. આ ફોટોશૂટના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ દરેક ફોટોમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. ડીઝાઈનર સ્લિટ સ્કર્ટ અને ઓફ શોલ્ડર બ્લાઉઝમાં કીર્તિએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા. આ ફોટોશૂટ જોઈને ફેન્સ દીવાના બન્યા છે.
એના દરેક ફોટો પર લાઈક્સ અને કમેન્ટ આવી રહી છે. પણ કીર્તિના ફોટાના કેપ્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાના ગ્લેમરસ લૂકના ફોટો શેર કરતા તેણે લખ્યું :s કે, 'મેલોડી ઈતની ચોક્લેટી ક્યોં હૈ?' આના જવાબમાં એક યુઝર્સે મસ્ત કમેન્ટ કરી હતી, યુઝરે કહ્યું કે, મેલોડીમાં તમે છો એટલે એ ચોક્લેટી છે.
ફરી કોઈ નવી ફિલ્મમાં દેખાશે
એક યુઝરે એવી કોમન્ટ કરી કે, જેટલા મસ્ત ફોટો એનાથી ક્યાંય બેસ્ટ કેપ્શન. વાહ..કીર્તિ વાહ...અન્ય એક યુઝરે એવી કોમેન્ટ કરી કે, હવે મેલોડીના ભાવમાં એક જ દિવસમાં વધારો થઈ જશે. મહત્ત્વની વાત એ પણ છે કે, પાર્લે કંપનીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં મોદી-મેલોનીની મુલાકાત છે. આ વીડિયોના કેપ્શને પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ વીડિયોનું કેપ્શન આપ્યું હતું Sweetening relationships since 1983. બન્નેની પોસ્ટ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો કીર્તિ છેલ્લે 14 ફેરે નામની ફિલ્મમાં જોવા મળી હતી.આ સિવાય એમની પાસે બોલિવૂડનો પણ એક પ્રોજેક્ટ છે જે ફાઈનલ થશે તો ફરીવાર તે કોઈ મોટા બજેટની ફિલ્મમાં જોવા મળી શકે છે.