Mon Oct 05 2026

Logo

અમદાવાદના નવા કલેકટર ભવ્ય વર્મા કોણ છે? કઈ રીતે આવ્યા હતા ચર્ચામાં

2026-05-13 14:32:00
Author: Mayur Patel
અમદાવાદના નવા કલેકટર ભવ્ય વર્મા કોણ છે? કઈ રીતે આવ્યા હતા ચર્ચામાં

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ રાજ્યમાં મોટા પાયે  72 IASની બદલી થઈ હતી. અત્યાર સુધી વલસાડના કલેક્ટરની જવાબદારી સંભાળતા આઈએએસ ભવ્ય વર્માને રાજ્યના સૌથી મહત્વના અમદાવાદ જિલ્લાના કલેકટર બનાવવામાં આવ્યા છે.

કોણ છે ભવ્ય વર્મા

ભવ્ય વર્મા 2016ની બેચના આઈએએસ અધિકારી છે. ગુજરાત સરકારે એપ્રિલ મહિનામાં વલસાડના કલેકટર બનાવ્યા હતા.  ભવ્ય વર્મા આ પહેલા કચ્છ જિલ્લાના ડીડીઓ રહી ચુક્યા છે. થોડા સમય માટે તેઓ સ્વચ્છ ભારત મિશન અર્બનના નિર્દેશક પણ રહી ચુક્યા છે. 13 નવેમ્બર, 1988ના રોજ જન્મેલા ભવ્ય વર્મા મૂળ રાજસ્થાનના ઝૂંઝનુના રહેવાસી છે. તેણે બી ટેક બાદ ફાયનાન્સ અને ઈન્ટરનેશનલ ટ્રે઼ડમાં એમબીએ કર્યું છે. આ ઉપરાંત તેમની પાસે બીજી પણ ડિગ્રીઓ છે, જેમાં પબ્લિક મેનેજમેન્ટમાં એમએ તથા ઈકોનોમિક્સમાં એમએ કર્યું છે. 

ક્યારે આવ્યા હતા ચર્ચામાં

જુલાઈ 2025માં વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ભેખડો ધસી પડી હતી. જેના કારણે અહીંથી પસાર થતાં લોકોના જીવને જોખમ ઊભું થયું હતું અને વાહનોને પસાર થવામાં પણ ઘણો સમય લાગતો હતો. તે સમયે વલસાડના કલેકટર ભવ્ય વર્માએ આના પર સંજ્ઞાન લીધું હતું. તેમણે નેશનલ હાઈવે 48ની સ્થિતિ સુધારવાનો કડક આદેશ આપ્યો હતો. કલેકટરે પોલીસને કહ્યું હતું કે, જો બેદરકારથી કોઈનું મોત થાય તો તેની સામે માનવ વધનો મામલો નોંધાશે. નેશનલ હાઈવ-48 ગુજરાતને મુંબઈ સાથે જોડે છે. તેથી આ રોડ બંને રાજ્ય માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે.

વલસાડના કલેકટર ભવ્ય વર્માએ કહ્યું હતું કે, વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48  પર ખાડાના કારણે થતી દુર્ઘટનાઓ અને મુસાફરોને પસાર થવામાં અનેક મુશ્કેલી પડી રહી છે. જો રોડના મેન્ટેનન્સ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર નિર્ધારિત સમયમાં રોડ ઠીક નહીં કરે કાર્યવાહી કરાશે. સડક દુર્ઘટનાના કારણે માનવ મૃત્યુ થશે તો તેની સામે બેદરકારીના કારણે માનવ મૃત્યુનો કેસ નોંધવામાં આવશે.  આવો ઓર્ડર કરીને તેઓ ચર્ચામાં આવ્યા હતા.