Mon Oct 05 2026

Logo

સબરીમાલામાં પ્રસાદની ગુણવત્તા સુધારવા કેરલ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા

2026-09-24 15:45:00
Author: Chandrakant Kanoja
સબરીમાલામાં પ્રસાદની ગુણવત્તા સુધારવા કેરલ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા

તિરૂવનંતપુરમ:  કેરલમના પ્રસિદ્ધ અને પવિત્ર હિન્દુ મંદિર  સબરીમાલાની પ્રસાદની ગુણવત્તા અંગે હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ અંગે કેરલ હાઇકોર્ટેમાં તિરૂમાલા દેવસ્થાન બોર્ડ (TDB)દ્વારા કોર્ટેને જાણ કરવામાં આવી છે કે મંદિર ખાતેના પ્રસાદમ યુનિટમાં એફએસએસએઆઈ દ્વારા નિર્દેશિત સ્વચ્છતા અને અન્ય દેખરેખની રીતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ તબક્કાવાર સુધાર કરવામાં આવશે. 

સ્વચ્છતા, જીવાત નિયંત્રણ અને સંગ્રહની વ્યવસ્થાઓમાં  ખામી 

સબરીમાલામાં 'પ્રસાદ' બનાવતા એકમની FSSAI દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્વચ્છતા, જીવાત નિયંત્રણ અને સંગ્રહની વ્યવસ્થાઓ જેવી બાબતોમાં ખામીઓ જોવા મળી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ સુવિધાની બે વાર તપાસ કર્યા બાદ  FSSAI દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં આ એકમને મહત્તમ 182 ગુણમાંથી 91 ગુણ આપવામાં આવ્યા હતા.

સુધારાત્મક પગલાંની જરૂર હતી 

હાઇકોર્ટેની  ખંડપીઠે નોંધ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન એવા ચોક્કસ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી જેમાં સુધારણા અને ત્યારબાદ ચકાસણીની આવશ્યકતા હતી. FSSAI એ એવા ક્ષેત્રોને ચિહ્નિત કર્યા હતા અને સુધારાત્મક પગલાંની જરૂર હતી. 

જીવાત નિયંત્રણ અને સંગ્રહ વ્યવસ્થાની તપાસ કરાઇ હતી 

જેમાં ખાસ કરીને પરિસર, જાળવણી અને ડિઝાઈન, જીવાત નિયંત્રણ, સંગ્રહ વ્યવસ્થા,  સ્વચ્છતા, સાધનોની જાળવણી, દસ્તાવેજીકરણ અને રેકોર્ડ-કીપિંગ, ખાદ્યપદાર્થોના સંચાલકોની તાલીમ અને ઓડિટની જરૂરિયાતોને  પાસાઓનો સમાવેશ થાય છે.