મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે શનિવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક મસ્ત તસવીર પોસ્ટ કરી હતી. શનિવારે વિક્કી કૌશલનો જન્મદિવસ હતો, આ ફોટો જોઈને ફેન્સ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. એક્ટ્રેસે આ તસવીરમાં પોતાના પુત્ર વિહાનની તસવીર પણ પોસ્ટ કરી છે. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિક્કી કૌશલના જન્મદિવસ પર ઓર્ડર કરેલી કેક પર હેપ્પી બર્થ ડે પપ્પા લખવામાં આવ્યું હતું. હાલમાં કેટરિના પોતાનો સમય પુત્ર વિહાન સાથે વિતાવે છે. ફિલ્મની સાથે એમની પબ્લિક અપિરિયન્સ પણ ઘટી ગઈ છે.
ગાર્ડનમાં ક્લિક કરાયા ફોટો
ફેન્સ લાંબા સમયથી એ રાહ જોઈને બેઠા છે કે, કેટરિના કોઈ ફિલ્મને લઈને સારા ન્યૂઝ આપે. આ માહોલ વચ્ચે શનિવારે કેટરિનાએ પતિ વિક્કી સાથેના ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં વિક્કી કૌશલ, કેટરિના સાથે પુત્રની ઝલક પણ છે. કેટરિનાએ ચાર ફોટો પોસ્ટ કર્યા હતા. પહેલી તસવીરમાં કેટરિના અને વિક્કી કૌશલ જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો.જન્મદિવસના પ્રસંગે કોઈ પિકનિક પ્લાન કરી હોય એવું લાગે છે. બીજી તસવીરમાં કપલની સાથે વિહાનનો ફોટો પણ છે પણ આ ફોટોમાં એનો ચહેરો દેખાતો નથી. ફેન્સ સ્ટારકિડની પહેલી ઝલક જોવા માટે આતુર છે. ત્રીજી તસવીરમાં બર્થ ડે કેક છે, જ્યારે ચોથી તસવીરમાં વિક્કી અને કેટરિનાનો ફની અંદાજ જોવા મળી રહ્યો છે. નવેમ્બર 2025માં કેટરિના અને વિક્કીને ત્યાં વિહાનનો જન્મ થયો હતો. વિહાન આવ્યા બાદ વિક્કીનો આ પહેલો જન્મદિવસ છે.
વિક્કીને વિશ કરતો મેસેજ લખ્યો
વિક્કીને જન્મદિવસની શુભકામના પાઠવતો લાંબો એક મેસેજ પણ લખ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, એ જ જગ્યા, બે વર્ષ બાદ. કેટલું બધુ બદલાઈ ગયું છે. પ્રાર્થના, ધૈર્ય અને વિશ્વાસ. આજે આપણે આપણા નાનકડા ફરિશ્તા સાથે તમારો જન્મદિવસ ખૂબ જ રાજીખુશીથી મનાવી રહ્યા છીએ. મારૂ દિલ લાગણીથી ભરાઈ ગયું છે અને હું તમારી આભારી છું. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે મારા માટે જે પ્રેમ, શક્તિ, પ્રકાશના સ્તંભસમાન રહ્યા છો. 99 ટકા સમય એક સંત જેવા ધૈર્ય સાથે રહ્યા છો.હું તમને એટલા માટે પ્રેમ કરી રહી છું કે, તમારા જેવી ઈમાનદારી મળવી મુશ્કેલ છે. એટલું જ નહીં કેટલાક અગણિત પ્રશ્નોના જવાબ આપો છો.એવી વિષયો પર જેનો જવાબ તમને પણ ક્યારેક ખબર નથી હોતો.આ પોસ્ટ પર અનન્યા પાંડે, નેહા ધૂપિયા અને કરીના કપૂર ખાન સહિત અનેક જાણીતી સેલિબ્રિટીએ દિલને સ્પર્શી જાય એવા મેસેજ કમેન્ટ રૂપે કર્યા છે.