શિવમોગ્ગા: અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે તેવામાં ફરી એક મોટા અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં એક મોટી બસ દુર્ધટના સર્જાઈ છે. અહીં એક બસ બેકાબૂ થયા બાદ પુલ નીચે ખાબકી હતી. આ બસમાં કુલ 40થી પણ વધારે મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘાયલોને અત્યારે સરવાર માચે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
બસ કાબૂ ગુમાવીને પુલ પરથી નીચે પડી
મળતી વિગતો પ્રમાણે એક ખાનગી બસ કાબૂ ગુમાવીને પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ ઘટના શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં આવેલા વીરપુરા ગામના કાગેહલ્લા પાસે બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે બસ પહેલા પુલની રેલિંગ સાથે અથડાઈ અને પછી નીચે પડી ગઈ હતી. બસમાં 40થી વધારે મુસાફરો સવાર હોવાથી અનેક લોકોના મોતની અશંકા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
10થી પણ વધુ મુસાફર ગંભીર રીતે ઘાયલ
આ અકસ્માતમાં 10થી પણ વધારે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ ઘાયલોને ભદ્રાવતી તાલુકા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ બસમાં 40 મુસાફરો સારવાર હતા. આ દરેક મુસાફરો સાથે બસ દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીથી ભદ્રાવતી તરફ જઈ રહી હતી.
આ મામલે હવે ભદ્રાવતી ગ્રામીણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે. ઘાયલોની સારવાર અત્યારે ચાલી રહી છે. 10ની હાલત વધારે ગંભીર હોવાથી તેમની સ્થિતિ અંગે હજી કોઈ વધારે વિગતો આપવામાં આવી નથી.