Thu Sep 10 2026

Logo

વંદે માતરમ: કોંગ્રેસ નેતા બોલ્યા- 'ફાસી પર ચડાવી દો કે જેલમાં નાંખો, હું...'

2026-08-18 15:37:00
Author: Mumbai Samachar Team
વંદે માતરમ: કોંગ્રેસ નેતા બોલ્યા- 'ફાસી પર ચડાવી દો કે જેલમાં નાંખો, હું...'

DH


વંદે માતરમનો સંપૂર્ણ શ્લોક ગાવાને લઇને જારી રાજકીય હંગામા વચ્ચે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષક બીકે હરિપ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું એમ કહેવા માંગુ છું કે મને ફાંસી પર લટકાવી દો કે જેલમા મોકલી દો હું વંદેમાતરમના બે જ શ્લોક ગાઇશ. કર્ણાટકમાં બે જ શ્લોક ગાવામાં આવે છે. 

વંદે માતરમ પૂરું ન ગાવાને લઈને ભાજપ આક્રમક છે અને કૉંગ્રેસને બે અલગ-અલગ ઘટનાઓને લઈને ઘેરી રહી છે. પહેલું— ભાજપનો દાવો છે કે સ્વતંત્રતા દિવસના અવસરે કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વંદે માતરમ પૂરું ગાવાનો વિરોધ કર્યો હતો. જોકે કૉંગ્રેસે આ દાવાઓને ફગાવી દીધા છે. આ પછી સોનિયા ગાંધી વિરુદ્ધ ઘણી જગ્યાએ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજું— કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ગોવામાં યોજાયેલી બેઠકને લઈને પણ વિવાદ સામે આવ્યો છે. દાવો છે કે કૉંગ્રેસની બેઠકમાં પૂરું વંદે માતરમ ગવાયું ન હતું. આ પ્રસંગે ખડગે પણ ઉપસ્થિત હતા. હવે બી. કે. હરિપ્રસાદના નિવેદન પર વિવાદ થઈ રહ્યો છે.

મલ્લ્કાર્જુન ખડગેનું ભાજપ પર નિશાન

આ ઘટનાક્રમ પછી મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જે ગીત મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, અટલ બિહારી વાજપેયી અને આ લોકો છેલ્લાં ૧૨ વર્ષોથી વંદે માતરમ ગાઈ રહ્યા છે, એ જ ગીત મેં ગાયું છે. કેસ કરવો હોય તો મહાત્મા ગાંધી પર કરો, અટલ બિહારી વાજપેયી પર કરો. જો અમે ગુનેગાર છીએ તો મહાત્મા ગાંધી પણ ગુનેગાર છે. જો આ જ ગુનો હોય તો વલ્લભભાઈ પટેલ પર કેસ દાખલ કરો.