બેંગ્લૂરુઃ કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલા ઐતિહાસિક બદામી મંદિર પરિસરમાં મુસ્લિમ યુવતી ચપ્પલ પહેરીને ગઈ હતી. જેથી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની મહિલા કર્મચારીઓ ટોકતાં બબાલ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મુસ્લિમ યુવતી એએસઆઈ કર્મચારીને તે ચપ્પલ પહેરીને મંદિર પરિસરમાં કેમ ન જઈ શકે તેવો સવાલ પૂછી રહી છે.
મુસ્લિમ મહિલાએ વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગ કરી હતી. હાજર શ્રદ્ધાળુઓ અનુસાર મંદિર પરિસરામાં ચપ્પલ પહેરીને ફરવું ધાર્મિક ભાવનાઓનું અપમાન છે. જેથી એએસઆઈના મહિલા કર્મચારીએ તેને ટોકતાં બબાલ કરી હતી.
ઘટના બાદ મહિલા કર્મચારીએ કહ્યું, તે ફરજનું પાલન કરી રહી હતી. તેણે મુસ્લિમ મહિલા પ્રવાસીને ઈચ્છે તો વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સ્મારક પરિસરના નિયમો અંગે જાણકારી મેળવી શકે છે તેમ કહ્યું હતું. ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને દલીલો ઉગ્ર થતી જતી હતી. જેથી મહિલા કર્મચારીઓ તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી અને આ દરમિયાન તે રડી પડી હતી.
A tourist ripped into hijab-wearing ASI staffer Roshini Mustafi at Karnataka’s ancient Badami Caves for strutting around in slippers inside the sacred 6th-century Hindu rock-cut temples.
— Dr RK Singh (@DrRupak) May 19, 2026
She demanded respect for temple traditions and asked: would this fly at a dargah? pic.twitter.com/2fDpWp2duz
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ પ્રવાસી મુસ્લિમ યુવતીનું સમર્થન કરતાં કહ્યું કે છઠ્ઠી સદીના બદામી ગુફા મંદિરો ધાર્મિક સ્થળો છે અને ત્યાં તમામ લોકોએ, અહીં સુધી કે સરકારી કર્મચારીઓએ પણ ચંપલ વગર પ્રવેશ કરવો જોઈએ.
જ્યારે કેટલાક લોકોએ પ્રવાસી મુસ્લિમ યુવતીના વર્તનની આલોચના કરી અને કહ્યું કે નિયમોને પસંદગીના આધારે લાગુ ન કરી શકાય. સોશિયલ મીડિયા યુઝર્સે એ વાત પર પણ ધ્યાન દોર્યું કે વીડિયોમાં ખુદ પ્રવાસી, અન્ય દર્શકો અને સુરક્ષા કર્મચારીઓ પણ ચંપલ પહેરેલા જોવા મળી રહ્યા હતા.
કેટલાક લોકોએ કહ્યું કે બદામી ગુફાઓ મુખ્યત્વે સંરક્ષિત ઐતિહાસિક સ્મારકો છે, નહીં કે સંપૂર્ણ રીતે સક્રિય પૂજા સ્થાનો. તેથી અહીં બૂટ-ચંપલ અંગેના નિયમો સ્પષ્ટ નથી. જો કે, કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે મહિલા કર્મચારી ગર્ભગૃહની અંદર ચંપલ પહેરીને ઊભી હતી, જ્યાં બૂટ-ચંપલ પહેરવા પ્રતિબંધિત માનવામાં આવે છે.