કાનપુરઃ દેશમાં ગેસનું સંક્ટ અનેક ક્ષેત્રને હેરાન પરેશાન કરી રહ્યું છે. સૌથી વધારે માઠી અસર ગૃહિણીઓ અને ખાણી-પીણીના ધંધાને થઈ રહી છે. ગેસ વિતરણમાં કોઈ પ્રકારના કાળા બજારી ન થાય એ માટે વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. પણ ઉત્તર પ્રદેશના મહાનગર કાનપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને પોલીસ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી. ગેસ સિલિન્ડરની ચોરી કરવા માટે આવેલા ચોર પેટ્રોલિયમ કંપનીના ખાસ વિભાગના અધિકારી બનીને આવ્યા હતા.
પેટ્રોલિયમ કંપનીના અધિકારી બન્યા
ચોર પેટ્રોલિયમ કંપનીના અધિકારી હોવાનુ કહીને ઘરમાંથી ગેસનો બાટલો ચોરી ગયા હતા.ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કાનપુર શહેરના ગોવિંદનગર વિસ્તારમાં ચરણસિંહ કોલોનીમાં રહેતા એક પરિવાર સાથે આવું બન્યું હતું. એકબાજું જ્યાં ગૃહિણીઓ ગેસના બાટલા નિયમિત મળે એ માટે ચિંતા કરે છે. ગેસનું સંકટ તોળાઈ રહ્યું છે એવામાં ચોર ગેસ સિલિન્ડર ચોરી ગયા. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશનમાંથી આવ્યા છીએ એવું કહીને ચોર ગેસનો બાટલો લઈ ગયા હતા.

પૂર્વ આયોજિત કાવતરૂ
રિપોર્ટ અનુસાર, આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. કીર્તિ વર્મા એક ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે, સોમવારે સવારે જ્યારે તે સ્કૂલે ગઈ હતી એ સમયે વિજયભાઈ પણ કામથી બહાર હતા. ઘરમાં એના ભાભી સરોજની અને 10 વર્ષની દીકરી હતા. આ વાતનો ફાયદો લઈને ચોર આશરે 12.30 વાગ્યે બાઈક પર આવ્યા હતા. પેટ્રોલિયમ કંપનીમાંથી આવ્યા છીએ એવું કહીને પહેલા ગેસ સિલિન્ડરની તપાસ માટેની વાત કરતા એમને અંદર આવવા દીધા.કિચનમાં પહોંચીને ભરેલો સિલિન્ડર બહાર કાઢ્યો જ્યારે બીજા શખ્સે ખાલી સિલિન્ડર પણ ઊઠાવી લીધો.
ચોરને શોધી રહી છે પોલીસ
આ માટે જ્યારે ચોરે ગેસની રસીદ બતાવવા માટે કહ્યું ત્યારે સોરજીની બીજા રૂમમાં રસીદ લેવા ગયા હતા. આ દરમિયાન યુવક સિલિન્ડર લઈને પલાયન થઈ ગયો. જ્યારે સરોજીની બહાર આવી ત્યારે તે બન્ને ગાયબ થઈ ગયા હતા. બાઈક લઈને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ ફૂટેજની મદદથી એમને શોધવાનું શરૂ કરી દીધું છે. ગોવિંદનગર પોલીસ સ્ટેશનના રિકેશ કુમારે જણાવ્યું હતું કે, આ મુદ્દે કેસ ફાઈલ કરાયો છે. પોલીસની ટીમ ચોરને શોધી રહી છે.