બોલીવૂડ એક્ટ્રેસ, કોન્ટ્રોવર્સી ક્વીન અને ભાજપનાં મહિલા સાંસદ કંગના રનૌત હાલમાં સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી એક ફેક ન્યૂઝને કારણે ભારે ગુસ્સામાં છે. રાહુલ ગાંધી અને કંગના રનૌતના લગ્નને લઈને વાયરલ થયેલી એક અફવા પર એક્ટ્રેસે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ચાલો જોઈએ શું કહ્યું છે કંગનાએ રાહુલ ગાંધી સાથેના લગ્ન પર...
હાલમાં જ સોશિયલ મીડિયા પર એવો દાવો કરતાં અહેવાલો સામે આવ્યા હતા કે જેમાં બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે જો રાહુલ ગાંધી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો હું તેમની સાથે લગ્ન કરીશ, એવું જણાવ્યું હતું. જોકે, હવે કંગનાએ આ અફવાઓ પર મૌન તોડતા આકરી પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે આ મામલે રોષ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આ ફેક ન્યૂઝ ખરેખર ખૂબ જ શરમજનક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજનીતિમાં પણ મહિલાઓ માટે કોઈ ગરિમા બચી નથી અને આવી ખોટી અફવા ફેલાવનારા લોકો પર લાનત છે.
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. હાલમાં મંડી બેઠક પરથી ભાજપ સાંસદ છે અને રાજકારણમાં સક્રિય છે. વાત કરીએ ફિલ્મી કરિયરની તો કંગના છેલ્લે 2025માં ફિલ્મ 'ઇમરજન્સી'માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી હતી.
વાત કરીએ કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે તો હાલમાં તેની પાસે 'સર્કલ', 'ભારત ભાગ્ય વિધાતા' અને 'ક્વીન 2' જેવી ફિલ્મો છે. ફિલ્મ 'સર્કલ' હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે. 2013ની હિટ ફિલ્મ 'ક્વીન' ની સીક્વલ 'ક્વીન 2' અત્યારે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને તેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.