Sun Sep 06 2026

Logo

બ્રિજની રેલિંગ સાથે મોટરસાઇકલ ટકરાતાં યુવકનું મોત: ગર્લફ્રેન્ડ ઘાયલ

2026-08-10 18:28:00
Author: Yogesh D. Patel
બ્રિજની રેલિંગ સાથે મોટરસાઇકલ ટકરાતાં યુવકનું મોત: ગર્લફ્રેન્ડ ઘાયલ

વસઇ: કળંબ બીચ જતી વખતે બ્રિજની રેલિંગ સાથે મોટરસાઇકલ ટકરાતાં 20 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેની 19 વર્ષની ગર્લફ્રેન્ડ ઘાયલ થઇ હતી. રવિવારે રાતે આ અકસ્માત થયો હતો અને ઘાયલ ગર્લફ્રૈેન્ડની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ ઇબ્રાહિમ શેખ તરીકે થઇ હતી, જે નાલાસોપારા સ્થિત બિલાઇ પાડા વિસ્તારનો રહેવાસી હતો. તેની ગર્લફ્રેન્ડ સ્નેહા ગાયકવાડ વિક્રોલીમાં રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્નેહા ગાયકવાડ રવિવારે ઇબ્રાહિમને મળવા માટે નાલાસોપારા ગઇ હતી. બંને બાદમાં મોટરસાઇકલ પર કળંબ બીચ જવા માટે નીકળ્યાં હતાં. રાતે 11 વાગ્યાની આસપાસ બંને જણ કળંબ-નિર્મલ રોડ પરથી જઇ રહ્યાં હતાં ત્યારે કળંબ બ્રિજ ક્રોસ કરતી વખતે ઇબ્રાહિમે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને તેની મોટરસાઇકલ બ્રિજની રેલિંગ સાથે ભટકાઇ હતી, જેમાં બંને જઇને ગંભીર ઇજા પહોંચી હતી.

દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા બંનેને સારવારાર્થે નાલાસોપારાની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ઇબ્રાહિમનું મોડી રાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે સ્નેહાની હાલત નાજુક છે. અર્નાળા સાગરી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી.

વધુ જુઓ...