જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ જૂન મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને નસીબદાર સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં કર્ક રાશિમાં ત્રણ મોટા અને પ્રભાવશાળી ગ્રહોની અદ્ભુત જુગલબંધી થવા જઈ રહી છે, જેના કારણે બ્રહ્માંડમાં મહાશુભ 'ત્રિગ્રહી યોગ'નું નિર્માણ થશે અને કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દેવગુરુ બૃહસ્પતિ બીજી જૂન, 2026થી જ કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારબાદ આઠમી જૂનના વૈભવ અને વિલાસના દાતા શુક્ર ગ્રહ આ જ રાશિમાં પ્રવેશ કરશે. અંતમાં, 22મી જૂનના રોજ બુદ્ધિ અને વ્યાપારના કારક બુધ ગ્રહ પણ કર્ક રાશિમાં પદાર્પણ કરશે. આ રીતે કર્ક રાશિમાં બુધ, ગુરુ અને શુક્રની ત્રિપુટી ભેગી થતાં જ ત્રિગ્રહી યોગ સક્રિય થઈ જશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે.
આમ તો આ શક્તિશાળી યોગનો પ્રભાવ બધી જ 12-12 રાશિઓ પર ઓછો-વત્તો જોવા મળશે, પરંતુ ચાર ભાગ્યશાળી રાશિઓ એવી છે જેના માટે આ સમયગાળો ગોલ્ડન પિરિયડ સાબિત થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને આ ત્રિગ્રહી યોગનો સૌથી મોટો અને વિશેષ લાભ મળવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારા જ્ઞાન અને બુદ્ધિમાં અદ્ભુત વૃદ્ધિ થશે, સાથે જ તમારી વાણીમાં એક અનોખું આકર્ષણ પેદા થશે જે લોકોને પ્રભાવિત કરશે. નોકરી કે બિઝનેસ કરતા જાતકો માટે આ સમય સકારાત્મક પરિવર્તન લાવશે. વેપારીઓના બજારમાં લાંબા સમયથી ફસાયેલા કે અટકેલા નાણાં અચાનક પરત મળશે. પરિણીત લોકોના દાંપત્ય જીવનમાં ચાલી રહેલા વિવાદોનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા વધશે.
કર્કઃ
આ ત્રિગ્રહી યોગ તમારી પોતાની જ રાશિમાં બની રહ્યો હોવાથી તમને ડબલ ફાયદો થશે. ખાસ કરીને જે લોકો પ્રોપર્ટી, જમીન-મકાન કે રિયલ એસ્ટેટના કામકાજ સાથે જોડાયેલા છે તેમને મોટો આર્થિક ફાયદો અને મોટી સફળતા મળશે. વ્યાપાર કે સત્તાવાર કામકાજ અર્થે કરેલી લાંબી યાત્રાઓ ફળદાયી નીવડશે. કોઈ નજીકના સંબંધી અથવા સરકારી યોજનાના માધ્યમથી મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ છે. પરિણીત જાતકોને સાસરી પક્ષ તરફથી અચાનક કોઈ કિંમતી ભેટ અથવા આર્થિક મદદ મળી શકે છે. આ દિવસોમાં કરેલું નવું રોકાણ ભવિષ્યમાં બમણું વળતર આપશે.
કન્યાઃ
કન્યા રાશિના જે જાતકો લાંબા સમયથી ઓફિસમાં પ્રમોશન, ઈન્ક્રીમેન્ટ કે બદલીની રાહ જોઈ રહ્યા હતા, તેમની આ ઈચ્છા હવે પૂરી થશે અને સારા સમાચાર મળશે. વેપારના ક્ષેત્રમાં સક્રિય લોકોની દૈનિક આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. વિદ્યાર્થીઓનું ભણવામાં મન લાગશે અને જ્ઞાનનો વિકાસ થશે. તમારી લવ લાઈફ રોમેન્ટિક બનશે અને પાર્ટનરનો પૂરો પ્રેમ અને સપોર્ટ તમને મળશે. આર્થિક ઉન્નતિ માટે આ સમય સર્વોત્તમ છે, નવા રોકાણથી તમારી સંપત્તિમાં વધારો થશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ મુશ્કેલીઓમાંથી બહાર કાઢનારો સાબિત થશે. જો તમે લાંબા સમયથી આર્થિક સંકટ કે કરજની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારી બધી ચિંતાઓ હવે દૂર થઈ જશે અને કમાણીના નવા સ્ત્રોત ખુલશે. પરિવારના સભ્યો અથવા કોઈ વડીલ તરફથી અચાનક પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. વેપારી વર્ગ માટે આ ગાળો કોઈ મોટો ઓર્ડર અપાવનારો સાબિત થશે, જેનાથી બિઝનેસમાં જબરદસ્ત અને અણધાર્યો નફો જોવા મળશે.