Fri Oct 09 2026

Logo

બીજા ત્રિમાસિકગાળામાં જેએસડબ્લ્યુ સ્ટીલનું ઉત્પાદન પાંચ ટકા વધ્યું

2026-10-09 19:32:17
Author: Ramesh Gohil
બીજા ત્રિમાસિકગાળામાં જેએસડબ્લ્યુ સ્ટીલનું ઉત્પાદન પાંચ ટકા વધ્યું

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં જેએસડબ્લ્યુ સ્ટીલનું ક્રૂડ સ્ટીલનું કોન્સોલિડેટેડ ધોરણે ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 69.5 લાખ ટન સામે પાંચ ટકા વધીને 72.7 લાખ ટનની સપાટીએ રહ્યું હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. 

કંપનીએ બીએસઈ ખાતેનાં રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીના ભારત ખાતેનાં એકમોનું ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને 70.7 લાખ ટનની સપાટીએ રહ્યું છે. વધુમાં જુલાઈથી સપ્ટેમ્બર, 2027 દરમિયાન કંપનીની ભારત ખાતેની કુલ ઉત્પાદન ક્ષમતા પૈકી વપરાશ 88 ટકા રહ્યું છે. જેમાં ખાસ કરીને વિજયનગર એકમના બ્લાસ્ટ ફ્યુરન્સ ત્રણમાં અપગે્રડેશન પશ્ચાત્‌‍ તબક્કાવાર ધોરણે ઉત્પાદન વધતાં ક્ષમતાનો વપરાશ 90 ટકા રહ્યો હતો. 

વધુમાં વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં કોન્સોલિડેટેડ ધોરણે ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 1.332 કરોડ ટન સામે ચાર ટકા વધીને 1.386 કરોડ ટનની સપાટીએ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે જેએસડબ્લ્યુ સ્ટીલ એ 25 અબજ અમેરિકી ડૉલરનાં જેએસડબ્લ્યુ જૂથની અગ્રણી કંપની છે.

તેમ જ છેલ્લાં ત્રણ દાયકામાં જેએસડબ્લ્યુ સ્ટીલ દેશની અગ્રણી ઈન્ટિગે્રટેડ સ્ટીલ કંપની બની છે અને કંપનીની સંયુક્ત ધોરણે ક્રૂડ સ્ટીલની કુલ ઉત્પાદન ક્ષમતા વર્ષે 3.79 કરોડ ટનની છે. તેમ જ વૃદ્ધિના આગામી તબક્કામાં અર્થાત્‌‍ આગામી ચાર વર્ષમાં ક્ષમતા 5.48 કરોડ ટનની સપાટીએ પહોંચશે.