Wed Sep 09 2026

Logo

ઝારખંડમાં JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગટેની ધરપકડ, વિદ્યાર્થી  નેતાએ કહ્યું હવે સરકારે સાથે વાતચીત નહિ

2026-08-10 17:26:02
Author: Chandrakant Kanoja
ઝારખંડમાં JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગટેની ધરપકડ, વિદ્યાર્થી  નેતાએ કહ્યું હવે સરકારે સાથે વાતચીત નહિ

 

રાંચી: ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગટેની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડીએ તેમની ચાર વખત પૂછતાછ કરી હતી.તેમજ આજે વિદ્યાર્થીઓ પર કરાયેલા લાઠીચાર્જ બાદ  વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ જણાવ્યું છે કે હવે સરકાર સાથે વાતચીત નહિ થાય સરકારે વિદ્યાર્થીઓની માંગ પર નિર્ણય લેવો પડશે 

રાજ્ય સરકારની એજન્સીઓની તપાસમાં વિશ્વાસ નથી

જોકે, આ દરમિયાન હજુ પણ સીબીઆઈ તપાસની માંગ પર અડગ છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને રાજ્ય સરકારની એજન્સીઓની તપાસમાં વિશ્વાસ નથી. ઇડીએ પણ કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત આજે આંદોલનના 17મા દિવસે હજારો વિદ્યાર્થીઓએ જૂની વિધાનસભા ઇમારતથી નવી ઇમારત તરફ કૂચ કરી  હતી. તેમજ  અનેક જગ્યાએ બેરીકેડનો ઉપયોગ કરીને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતી. પરંતુ વિદ્યાર્થીઓ આગળ વધતા રહ્યા હતા. આ સ્થિતી  બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. 

વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો સ્ટ્રેચર પર સૂતા સૂતા કૂચમાં જોડાયા હતા

આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓ રસ્તા પર જ બેસી ગયા હતા. તેમજ  નવ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા દેવેન્દ્ર નાથ મહતો પણ એમ્બ્યુલન્સમાં પહોંચ્યા અને સ્ટ્રેચર પર સૂતા સૂતા કૂચમાં જોડાયા હતા. 

વિદ્યાર્થીઓના અવાજોને દબાવવા માટે પોલીસનો ઉપયોગ

આ દરમિયાન દેવેન્દ્ર નાથ મહતોએ જણાવ્યું હતું કે ત્રણ રાઉન્ડની વાતચીત પછી પણ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર સાથે હવે કોઈ વાટાઘાટો થશે નહીં. તેમણે ટિપ્પણી કરી હતી કે આંદોલન હવે જન આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે અને સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારવી જ જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓના અવાજોને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે.