જોકે ભારતે 25 રનમાં બે વિકેટ ગુમાવી
નાગોયા: જાપાનમાં એશિયન ગેમ્સ (Asian Games) ટૂર્નામેન્ટ સત્તાવાર રીતે શનિવાર, 19 સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે પરંતુ શેડ્યૂલ અનુસાર મહિલાઓની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો થોડા દિવસ પહેલા જ આરંભ થઈ ગયો અને આજે (શુક્રવારે) ભારત (India) સામે યજમાન જાપાનની ટીમ ફક્ત 57 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. જોકે ભારતે માત્ર 58 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં પહેલા 25 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
નવાઈની વાત એ છે કે એશિયન ચેમ્પિયન ભારત સામે જાપાનની ટીમે 20મી ઓવર સુધી બૅટિંગ કરી હતી. 20મી ઓવરના છેક પાંચમા બૉલ પર તેમની અંતિમ વિકેટ પડી હતી.
33 વર્ષની ઑલરાઉન્ડર મઈ યાનાગીડા જાપાનની કેપ્ટન છે. ફક્ત 16 વર્ષની આયાકા કાતો-સ્ટેન્ડફર્ડ નામની ઓપનરના 25 રન જાપાનની ટીમમાં હાઈએસ્ટ હતા.
ભારતીય બોલર્સમાંથી સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ શેફાલી વર્માએ બે વિકેટ લીધી હતી. બીજી બે સ્પિનર દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ મેળવી હતી.