Sat Sep 05 2026

Logo

જમ્મુ કાશ્મીરના પુંછમાં ગમખ્વાર અકસ્માત, કાર ખીણમાં પડતાં છ લોકોના મોત

2026-08-26 21:54:13
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના પુંછમાં ગમખ્વાર અકસ્માત, કાર ખીણમાં પડતાં છ લોકોના મોત

પુંછ: જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતના છ લોકોના કરુણ મોત થયા છે. જેમાં પૂંછના સુરનકોટ તાલુકામાં એક કાર કાબુ ગુમાવીને ખીણમાં ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ

આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. 

દુર્ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને પૂંછની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં બાળકની હાલત અત્યંત નાજુક હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, બાળકને જીએમસી રાજૌરી રિફર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ વ્યક્તિઓ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી

દુર્ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ  મૃતકોના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલાની તપાસ પણ શરૂ કરી છે.