Mon Sep 14 2026

Logo

જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સાત લોકોના મોત

2026-07-20 19:27:43
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સાત લોકોના મોત

પુંછ: જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે વરસાદના પગલે મંડી તાલુકાના લોરન બ્લોકમાં દોમેલ ઢોક ક્ષેત્રમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં સાત લોકોના મોત થયા છે. 

ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા

આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે સતત વરસાદ વચ્ચે  દોમેલ ઢોક વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું હતું જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ વિસ્તાર અત્યંત દૂરઅને દુર્ગમ હોવાથી ઘટનાની માહિતી મોડી સાંજે જ વહીવટીતંત્રને મળી છે. 

ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી 

આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે વહીવટીતંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી છે.

વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી 

આ વિસ્તારમાં સતત વરસાદને કારણે પૂંછ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિઓ પડકારજનક બની છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને પ્રતિકૂળ હવામાન દરમિયાન સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી છે.