Tue Oct 06 2026

Logo

અમેરિકાને ઇટલીએ આપ્યો ઝટકો, બેઝ પર નહી ઉતરવા દે અમેરિકન વિમાન

2026-03-31 18:11:00
Author: Chandrakant Kanoja
અમેરિકાને ઇટલીએ આપ્યો ઝટકો, બેઝ પર નહી ઉતરવા દે અમેરિકન વિમાન

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે અમેરિકાને તેના સાથી દેશો એક પછી એક આંચકો આપી રહ્યા છે. જેમાં હવે ઇટલીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના બેઝ પર અમેરિકન વિમાનને નહી ઉતરવા દે. આ પૂર્વે અમેરિકાને  સ્વિટ્ઝર્લેન્ડે શસ્ત્રો પૂરા પાડવાનો ઇનકાર કર્યો હતો. તેમજ તેની બાદ સ્પેને કહ્યું કે અમેરિકા માટે એરસ્પેશ બંધ કરી દીધો છે.  

અમેરિકાએ તેની માટે ઔપચારિક વિનંતી નહોતી કરી 

જેમાં ઇટલીએ સિસિલીના સિગોનેલા એરબેઝ પર યુએસ લશ્કરી વિમાનોને ઉતરવાની  મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જેમાં સિગોનેલા એર બેઝ પર રોકાયા બાદ અમેરિકાના લશ્કરી વિમાનો યુદ્ધગ્રસ્ત મધ્ય પૂર્વ ક્ષેત્ર તરફ જવાના હતા. તેમજ ઇટલીના મીડિયા અહેવાલ મુજબ અમેરિકાએ તેની માટે ઔપચારિક વિનંતી  કરી ન હોવાથી તેને  પરવાનગી આપવામાં આવી ન હતી. ઇટલીએ જણાવ્યું તેની માટે લશ્કરી નેતૃત્વ સાથે સલાહ લીધી નથી. તેમજ  દેશમાં અમેરિકન લશ્કરી બેઝના ઉપયોગને નિયંત્રિત કરતી સંધિઓ હેઠળ આવો પરામર્શ જરૂરી છે.

સ્વિટ્ઝર્લૅન્ડ અમેરિકાને શસ્ત્રોની નિકાસ નહી કરે

જયારે યુદ્ધની શરુઆતમાં  યુરોપિયન રાષ્ટ્ર સ્વિટ્ઝર્લૅન્ડે  ઈરાન સામેના યુદ્ધમાં પોતાને અમેરિકાથી દૂર રાખ્યું હતું. સ્વિટ્ઝર્લૅન્ડે જણાવ્યું હતું કે  ઈરાન પર ચાલી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને તેની  કંપનીઓને અમેરિકાને શસ્ત્રો વેચવા માટે લાઇસન્સ  નહીં આપે . યુરોપિયન રાષ્ટ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કોઈપણ રીતે યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું નથી. તેના બદલે, તે તટસ્થ રહે છે અને અમેરિકાને શસ્ત્રોની નિકાસ નહી કરે.