Tue Apr 21 2026

Logo

ધુમ્મસમાં ઘર શોધવા શરૂ થયેલી પરંપરા આજે બની ગઈ ટુરિસ્ટ અટ્રેક્શન; ઈટલીના આ કાયદા વિશે જાણીને તમે પણ ચોંકી જશો...

2026-03-21 17:02:16
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને પણ ચોંકી ઉઠ્યા ને કે આખરે એવી તે આ કઈ જગ્યા છે કે જ્યાં લોકો પોતાના ઘરનો કલર પણ નક્કી નથી કરતી શકતા? તમારી જાણકારી માટે અહીં જે જગ્યાની વાત થઈ રહી છે એ છે ઈટલીમાં આવેલી છે. ઈટલીમાં આવેલો આ ટાપુ બુરાનો (Burano) તેના વાઈબ્રન્ટ અને પોપઅપ ઘરોના કલર માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે અહીં પોતાના ઘરને મનગમતો રંગ કરવો એ કોઈ અંગત પસંદગી નથી, પણ એક લીગલ પ્રોસિઝર છે? બુરાનો આ ટાપુ પર ઘરનો રંગ નક્કી કરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કડક નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ... 

બુરાનોમાં જો કોઈ ઘરમાલિકે પોતાના ઘરને ફરીથી પેન્ટ કરવું હોય, તો તે સીધા દુકાને જઈને કલર પસંદ કરી શકતા નથી. તેના બદલે, તેમણે સ્થાનિક નગરપાલિકાને આ માટે અરજી કરવી પડે છે. અધિકારીઓ આસપાસના ઘરોના રંગોનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ માલિકને 'મંજૂર કરાયેલા રંગોની યાદી' આપે છે. માલિકે ફરજિયાતપણે તે યાદીમાંથી જ એક રંગ પસંદ કરવો પડે છે.

શા માટે આટલો કડક નિયમ?
વાત કરીએ ઈટલી સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ કડક નિયમ વિશે. આ નિયમ પાછળનું મુખ્ય કારણ ટાપુની ઐતિહાસિક સુંદરતા અને એકરૂપતા જાળવી રાખવાનું છે. જો દરેક પોતાની મરજી મુજબ રંગ કરે, તો ટાપુની જે ખાસ ઓળખ અને સંતુલિત આકર્ષણ છે તે જોખમાઈ શકે છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે ટાપુનો વારસો અકબંધ રહે.

પરંપરાની શરૂઆત: માછીમારોની જરૂરિયાત
વાત કરીએ પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ એની તો આ રંગીન ઘરોની પરંપરા સદીઓ જૂની છે. બુરાનો લાંબા સમયથી માછીમારોનું ઘર રહ્યું છે. જ્યારે માછીમારો સમુદ્રમાંથી પરત ફરતા, ત્યારે ઘણીવાર ઘણા ધુમ્મસને કારણે તેમને પોતાનું ઘર ઓળખવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે, તેમણે પોતાના ઘરોને તેજસ્વી અને અલગ-અલગ રંગોથી રંગવાનું શરૂ કર્યું જેથી દૂરથી પણ ઘર સહેલાઈથી ઓળખી શકાય.

જરૂરિયાતમાંથી બન્યો કાયદો
સમય જતાં આ જરૂરિયાત ટાપુની ઓળખ બની ગઈ છે. પ્રવાસીઓમાં આ આકર્ષણ વધતાં, સ્થાનિક વહીવટીતંત્રે આ પ્રથાને ઔપચારિક કાયદામાં ફેરવી દીધી. આજે આ કાયદો બુરાનોને વિશ્વના સૌથી સુંદર અને ફોટોજેનિક સ્થળોમાંથી એક સ્થળ બનાવે છે.

છે ને એકદમ અનોખી અને રસપ્રદ માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...