Sun Mar 08 2026

Logo

ખામેનીના ઉત્તરાધિકારીની પણ હત્યા કરવામાં આવશે! ઇઝરાયેલે આપી ખુલ્લી ધમકી

Tel Aviv   3 days ago
Author: Savan Zalariya
Article Image

તેલ અવિવ: યુએસ અને ઇઝરાયલે શનિવારે ઈરાન પર એર સ્ટ્રાઈક કરીની ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરી હતી. ખામેનીના મૃતદેહને હજુ સુધી દફનાવવામાં આવ્યો નથી આવ્યો ત્યાં ઇઝરાયલે ધમકી આપી છે કે તેમના કોઈ પણ ઉત્તરાધિકારીને પણ મોતને ઘાટ ઉતારવામાં આવશે.

ઈરાન ખામેની માટે ત્રણ દિવસીય સ્ટેટ ફ્યુનરલની જાહેરાત કરશે. ખામેનીની દફનવિધિ પહેલા અહેવાલ છે કે ખામેનીના દીકરા મોજતબા તેમના ઉત્તરાધિકારી હશે. એવામાં ઇઝરાયલે બુધવારે ધમકી આપી છે કે ખામેનીના કોઈપણ ઉત્તરાધિકારી તેમના ટાર્ગેટ પર હશે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાનની ધમકી:
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે X પર એક પોસ્ટ કરીને લખ્યું કે ઇઝરાયલના વિનાશની યોજના આગેવાની કરવા, યુનાઇટેડ સ્ટેટ્સને ધમકી આપવા કે ઈરાની લોકો પર અત્યારચાર કરવા ઈરાન દ્વારા જે કોઈ પણ નેતા પસંદગી કરવામાં આવશે તેની  હત્યા કરવામાં આવશે, ભલે તે ગમે ત્યાં છુપાયેલો હોય તેને ટાર્ગેટ બનાવવામાં આવશે.

ઇઝરાયલ કાત્ઝે X પર લખ્યું, વડાપ્રધાન અને મેં IDF ને ઓપરેશન "લાયન્સ રોર" ના ઉદ્દેશ્યોના અભિન્ન ભાગ તરીકે આ મિશનને પાર પાડવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. અમે યુએસ સાથે મળીને ભાગીદારો સાથે મળીને ઈરાનના શાસનની ક્ષમતાઓને કચડી નાખવા અને ઈરાની લોકો માટે સાશનને ઉથલાવી દેવા માટે સંપૂર્ણ તાકાતથી કામ કરતા રહીશું.  

ઉત્તરાધિકારીની સત્તાવાર ઘોષણાની રાહ:
ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ઈરાનની એસેમ્બલી મોજતબાને ખામેનીના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી શકે છે, જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇઝરાયલી સૈન્યએ ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના સભ્યોને નિશાન બનાવી રહ્યું છે.