Wed Aug 19 2026

Logo

ઈઝરાયલે ટેક-ઓફ માટે તૈયાર ઈરાનના બે ફાઈટર જેટ્સ રનવે પર જ ફૂંકી માર્યા! જુઓ વિડીયો

2026-03-01 21:04:24
Author: Savan Zalariya
Article Image

યુએસ અને ઈરાન દ્વારા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવતા ઈરાની સેનાએ વળતા હુમલાની ચેતવણી આપી છે. એવામાં ઇઝરાયલી એર ફોર્સે (IAF) એ ટેક ઓફ માટે તૈયાર ઈરાનના બે ફાઇટર જેટને ફૂંકી માર્યા છે.

અહેવાલ મુજબ ઇઝરાયલી એર ફોર્સે પશ્ચિમી ઇરાનના શહેર તાબ્રિઝના એર બેઝ હુમલો કર્યો હતો, ઇરાનના જૂના F-5 અને F-4 મોડેલ એક-એક વિમાનને નષ્ટ કર્યા હતાં. અહેવાલ મુજબ આ બંને વિમાનો ટેકઓફ માટે તૈયાર હતા. 

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ(IDF)એ આ હુમલાની પુષ્ટિ કરી છે, IDFએ જણાવ્યું કે ઇરાની વાયુસેનાની પ્રવૃત્તિઓને નબળી પાડવા અને ઇરાનની એર ડિફેન્સને ખોરવવા માટે આ સ્ટ્રાઈક કરવામાં આવ્યો હતો અને હજુ પણ સતત હુમલા કરવામાં આવશે.

ઇઝરાયલની સ્ટ્રાઈકમાં જે F-5 અને F-4 ફાઇટર જેટ નષ્ટ પામ્યા છે, એ 1970 અને 1980 ના દાયકામાં યુએસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. ઈરાન પાસે માત્ર ગણતરીના આ સિરીઝના વિમાનો બચ્યા છે. 

ઈઝરાયલ ઈરાનની એર ફોર્સને સંપૂર્ણપણે તોડી પાડવા ઈચ્છે છે, ઇઝરાયલ હજુ પણ ઈરાનના એર બેઝને નિશાન બનાવી શકે છે. 

ઈરાને હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.  ઈરાને પણ ઈઝરાયલ અને યુએસ બેઝ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા શરૂ કર્યા છે.